Home /News /entertainment /'અનુપમા' TRP લિસ્ટમાં મજબૂત, પોતાના જ તમામ રેકોર્ડ તોડ્યા, જુઓ - Top-5માં કઈં સિરિયલોએ સ્થાન મેળવ્યું

'અનુપમા' TRP લિસ્ટમાં મજબૂત, પોતાના જ તમામ રેકોર્ડ તોડ્યા, જુઓ - Top-5માં કઈં સિરિયલોએ સ્થાન મેળવ્યું

નવેમ્બર 2021 - બીજા અઠવાડીયાનું ટીઆરપી લીસ્ટ જાહેર

'અનુપમા' લાંબા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે અને TRP લિસ્ટમાં વર્ચસ્વ જાળવી રહી છે. આ શોને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે અને તેથી જ તેણે 4.0 મિલિયન દર્શકોનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે

મુંબઈ: રૂપાલી ગાંગુલી સ્ટારર 'અનુપમા' લાંબા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે અને TRP લિસ્ટમાં વર્ચસ્વ જાળવી રહી છે. આ શોને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે અને તેથી જ તેણે 4.0 મિલિયન દર્શકોનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. બીજી તરફ 'ગુમ હૈ કિસીકે પ્યાર મેં'નું રેટિંગ ઘટી ગયું છે. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ ચેનલ (BARC) એ 27 ઓક્ટોબર અને 2 નવેમ્બર વચ્ચે ભારતીય પ્રેક્ષકોની જોવાની પેટર્ન જાહેર કરી છે. અનુપમા અને ગુમ હૈ કિસી કી પ્યાર મેં સહિત અન્ય કઈ સિરિયલોએ ટોપ 5માં સ્થાન મેળવ્યું, ચાલો તમને જણાવીએ:

અનુપમા

રૂપાલી ગાંગુલીના શો અનુપમાએ આ અઠવાડિયે 40 લાખ દર્શકોનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. ડેઈલી સોપ 4.1 મિલિયન દર્શકો સાથે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ (TRP) યાદીમાં ટોચ પર છે. રૂપાલી ઉપરાંત, શોમાં સુધાંશુ પાંડે, મદાલસા શર્મા અને ગૌરવ ખન્ના મુખ્ય ભૂમિકામાં છે, જેમણે તાજેતરમાં અનુપમાના બોયફ્રેન્ડ અનુજ તરીકે શોમાં પ્રવેશ કર્યો હતો.








View this post on Instagram






A post shared by StarPlus (@starplus)






ગુમ હૈ કિસી કી પ્યાર મેં

'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' દર્શકોના મામલામાં આ અઠવાડિયે અનુપમાથી ઘણી દૂર છે. આ અઠવાડિયે શોની વ્યુઅરશિપ ઘટીને 2.8 મિલિયન થઈ ગઈ છે. જો કે, તેણે હજુ પણ રેટિંગ ચાર્ટ પર તેનું બીજું સ્થાન જાળવી રાખ્યું છે. આ સિરિયલમાં વિરાટ તરીકે નીલ ભટ્ટ, પાખી તરીકે ઐશ્વર્યા શર્મા અને સાઈની ભૂમિકામાં આયેશા સિંહ મુખ્ય ભૂમિકામાં છે.

ઉદારિયા

ટીઆરપીની યાદીમાં ઉદારિયા ત્રીજો સૌથી વધુ જોવાયેલ હિન્દી ટેલિવિઝન શો છે. અંગદ તરીકે કરણ વી ગ્રોવરની એન્ટ્રીથી તેની વ્યુઅરશિપ વધીને 2.5 મિલિયન થઈ ગઈ છે. ટેલિવિઝન જોડી રવિ દુબે અને સરગુન મહેતા દ્વારા નિર્મિત, ઉદરિયાંમાં અંકિત ગુપ્તા, પ્રિયંકા ચૌધરી અને ઈશા માલવિયા મુખ્ય ભૂમિકામાં છે.








View this post on Instagram






A post shared by StarPlus (@starplus)






ઈમલી

સુમ્બુલ તૌકીર, ગશ્મીર મહાજાની અને મયુરી દેશમુખ અભિનીત ઇમલીએ 44મા સપ્તાહમાં 2.3 મિલિયન દર્શકો મેળવ્યા હતા. અત્યાર સુધી રેટિંગ ચાર્ટમાં ત્રીજું સ્થાન ધરાવતી આ સિરિયલે, આ અઠવાડિયે ચોથું સ્થાન મેળવ્યું છે.

આ પણ વાંચોકરોડો દિલો પર રાજ કરતી બોલિબૂડની આ સુંદર હસીનાઓ વિશેના રસપ્રદ તથ્યો, જાણીને તમે પણ ચોંકી જશો

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને યે હૈ ચાહતેં

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને યે હૈ ચાહતેં બંને શોએ 2.2 મિલિયન દર્શકો સાથે પાંચમા સ્થાને પોતાનું સ્થાન બનાવ્યું છે. YRKKH માં જનરેશન લીપ પછી, તેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
First published:

Tags: Anupama, Bollywood Latest News, Trp, Tv show