Home /News /entertainment /Happy Birthday Dipika kakar: દીપિકાના પહેલા પ્રેમલગ્ન થયા હતા ફોક, બીજા પ્રેમ માટે બદલો પોતાનો ધર્મ
Happy Birthday Dipika kakar: દીપિકાના પહેલા પ્રેમલગ્ન થયા હતા ફોક, બીજા પ્રેમ માટે બદલો પોતાનો ધર્મ
દીપિકા કક્કડ અને શોએબની ફાઈલ તસવીર
Happy Birthday Dipika kakar: દીપિકા કક્કડે જે સમયે એક્ટિંગની દુનિયામાં પગ રાહ્યો હતો એ સમયે તે પરિણીત હતી. દીપિકાના પહેલા લગ્ન રોનક સેમ્સન સાથે થયા હતા. જે વ્યવસાયે પાયલટ હતો.
Dipika Kakar Birthday: દીપિકા કક્કડ (dipika kakar) ટીવીના મશહૂર શો 'સસુરાલ સિમર કા'માં ( tv show Sasural Simar Ka actress) ખુબ જ મહત્વનું પાત્ર નિભાવ્યું હતું. અને આજે પણ આ પાત્ર ઘર-ઘરમાં પ્રખ્યાત છે. આવામાં દીપિકા કક્કડ પોતાનો 35મો જન્મ દિવસ (35th birthday) મનાવી રહી છે. તો ચાલો દીપિકા વિશે જાણિએ કેટલીક ખાસ વાતો અને સાથે જ જાણિયે કે દીપિકા અને ઓએવની લવસ્ટોરી કેવી રીતે શરુ થઈ હતી.
રોનક સેમ્સન સાથે થયા હતા પહેલા લગ્ન દીપિકા કક્કડે જે સમયે એક્ટિંગની દુનિયામાં પગ રાહ્યો હતો એ સમયે તે પરિણીત હતી. દીપિકાના પહેલા લગ્ન રોનક સેમ્સન સાથે થયા હતા. જે વ્યવસાયે પાયલટ હતો. જોકે, લવ મેરેજ હોવા છતાં પણ આ સંબંધ લાંબા સમય સુધી ચાલ્યો નહીં.
2015માં પતિ રોનક સાથે લીધા છૂટાછેડા દીપિકાએ વર્ષ 2011માં સાસરી સિમરમાં કામ કરવાનું શરુ કર્યું હતું. દીપિકા અને તેના પતિ સાથે સંબંધો સારા ન હોવાના કારણે તે સેટ ઉપર પરેશાન રહેતી હતી. ત્યારબાદ બંનેએ વર્ષ 2-15માં છૂટાછેડા લઈ લીધા હતા. એ મુશ્કેલ સમયમાં શોએબે પોતાની દોસ્ત દીપિકાને ફૂલ સપોર્ટ કર્યો હતો.
સસુરાલ સિમરના સેટ ઉપર ફરી થયો પ્રેમ દીપિકા અને શોએબની મુલાકાત ટીવી શો સસુરાલ સમિર ઉપર થઈ હતી. આ શો દરમિયાન બંને સારા મિત્રો બની ગયા હતા. પરંતુ દીપિકા એ સમયે પરિણીત હતી. અને દોસ્ત તરીકે શોએબે દીપિકાના ખરાબ સમયમાં સાથ આપ્યો હતો. દીપિકાએ જણાવ્યું કે શોએબે જણાવ્યું કે શોએબે સસુરાલ સિમરને છોડી દિધા બાદ એ અહેસાસ થયો કે તે શોએબને પ્રેમ કરવા લાગી હતી. કક્કડ સસુરાલ સિમર કા 2માં દેખાયા બાદ શોને કહ્યું અલવિદા સસુરાલ સિમર કા, ફેમ એક્ટ્રેસ દીપિકા કક્કડ સસુરાલ સિમર કા 2માં દેખાઈ હતી. જોકે, આ શોમાં સિમરનો રોલ ફરીથી કરતી દેખાઈ હતી. પરંતુ નવી સિમરને ઈન્ટ્રોડ્યૂસ કરાવ્યા બાદ શોને અલવિદા કહ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર