લોકપ્રિય સીરીયલ ‘રાધાકૃષ્ણ’ વિશે જાણો આ પાંચ રસપ્રદ તથ્યો

રાધાકૃષ્ણ સીરીયલનું પોસ્ટર

Entertainment news: સ્વસ્તિક પ્રોડક્શનની (Swastika Production) સીરીયલ રાધાકૃષ્ણ (Serial Radhakrishna)1 ઓક્ટોબર, 2018ના રોજ સ્ટાર ભારત (star bharat) પર શરૂ થઇ હતી અને તેને સિદ્ધાર્થ કુમાર તિવારી, રાહુલ કુમાર તિવારી અને ગાયત્રી ગીલ દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી છે.

 • Share this:
  જાણીતી ટીવી સીરીયલ ‘રાધાકૃષ્ણ’એ (Radhakrishna)પોતાની સ્ટોરી લાઇનથી (story line) દર્શકોના દિલ જીતી લીધા છે. શોમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધા વિશે (lord shre krishna and radha) ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આપણે બધા જાણીએ છીએ કે રાધા અને કૃષ્ણ એકબીજાને અપાર પ્રેમ કરતા હતા, પરંતુ તેઓ ક્યારેય એકસાથે રહી ન શક્યા. ભગવાન શ્રીકૃષ્ણએ અન્ય સાથે લગ્ન કરી લીધા, પરંતુ આજે પણ રાધા અને કૃષ્ણ બંનેના નામ સાથે જ લેવાય છે. સ્વસ્તિક પ્રોડક્શનની (Swastika Production) સીરીયલ રાધાકૃષ્ણ 1 ઓક્ટોબર, 2018ના રોજ સ્ટાર ભારત પર શરૂ થઇ હતી અને તેને સિદ્ધાર્થ કુમાર તિવારી (Siddharth kumar tiwari), રાહુલ કુમાર તિવારી અને ગાયત્રી ગીલ દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી છે.

  શો રાહુલ કુમાર ત્રિવેદી દ્વારા ડાયરેક્ટ કરવામાં આવ્યો છે. સિરિયલમાં રાધાનો રોલ મલ્લિકા સિંઘ અને કૃષ્ણનો રોલ સુમેધ મુડગલકરે નિભાવ્યો છે. 27 સપ્ટેમ્બર, 2021થી ’હાથી ઘોડા પાલકી, જય કન્હૈયા લાલ કી’ શો ઓન એર થશે. સીરિયલની શરૂઆત શ્રીકૃષ્ણના ભક્ત શ્રીધામા દ્વારા રાધાને શ્રાપ આપવાની સાથે થાય છે. ત્યાર બાદ કૃષ્ણ પૃથ્વી પર જન્મ લે છે. રાધા અને કૃષ્ણ ફરી બરસાના અને મથુરામાં જન્મે છે. આ શોને થોડા જ સમયમાં દર્શકોનો ભારે પ્રેમ મળ્યો. તો આવો જાણીએ આ શો વિશે થોડા રસપ્રદ તથ્યો.

  રાધાક્રિષ્ન એપિસોડ્સઃ
  સિરિયલના કુલ 773 એપિસોડ્સ છે પણ તમામ 4 સિઝનમાં વિભાજીત છે. સિઝન-1માં 460, સિઝન-2માં 35, સિઝન-3માં 37 અને સિઝન-4માં 241 એપિસોડ્સ છે.

  બંધ થવા જઇ રહ્યો છે આ શો
  અફવાઓ છે કે આ શો બંધ થવા જઇ રહ્યો છે, જોકે મેકર્સ દ્વારા હજુ સુધી ઓફિશ્યલી કોઇ જ નિવેદન આપવામાં આવ્યું નથી. જોકે, સપ્ટેમ્બરથી ‘હાથી ઘોડા પાલકીઃ જય કન્હૈયા લાલ કી’ શો શરૂ થવા જઇ રહ્યો છે.

  આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મેષ રાશિ માટે અઠવાડિયું નવી શરુઆત બની શકે છે, જાણો રાશિફળ

  રાધાકૃષ્ણ શોના પાત્રોના નામ
  સુમેધ મુડગલકર, મલ્લિકા સિંઘ, બસંત ભટ્ટ, ઝલક દેસાઇ, અર્પિતા રંકા, અર્પિત રંકા, ગેવી ચહલ, રીના કપૂર અને રૂષિરાજ પવાર મહત્વના પાત્રો ભજવી રહ્યા છે.

  આ પણ વાંચોઃ-khosla ka ghosla 15 years: અનુપમ ખેરનો રોલ પહેલા રિશી કપૂરને ઑફર થયો હતો, જાણો રસપ્રદ વાતો

  રાધાજી ક્રિષ્ના કરતા ઉંમરમાં મોટા હતા!
  આ અંગે કોઇ ચોક્કસ પુરાવા તો નથી, પરંતુ કહેવાય છે કે રાધાજી શ્રીકૃષ્ણ કરતા પાંચ વર્ષ મોટા હતા.

  શા માટે કૃષ્ણએ રાધા સાથે લગ્ન ન કર્યા
  કથાઓ અનુસાર શ્રીધામાના શ્રાપના કારણે રાધા અને કૃષ્ણ અલગ થઇ ગયા હતા. તેઓ શ્રીકૃષ્ણના મિત્ર અને પરમ ભક્ત હતો, જેઓ ભક્તિને પ્રેમથી ઉચ્ચ માનતા હતા. એક દિવસ તેઓ રાધાથી અંત્યત ક્રોધિત થયા અને શ્રાપ આપ્યો કે તે પોતાની યાદશક્તિ ખોઈ દેશે અને કૃષ્ણ વિશે બધુ જ ભૂલી જશે અને તેણે રાધાજીને 100 વર્ષ માટે પાતાળ લોકમાં મોકલી દીધા હતા. સંજોગથી આ ત્યારે જ બન્યું જ્યારે ભગવાન બ્રહ્માએ કૃષ્ણને ભગવાન વિષ્ણુના નવમાં અવતાર તરીકે પૃથ્વી પર જન્મ લેવા માટે કહ્યું હતું.
  Published by:ankit patel
  First published: