શ્વેતા તિવારી પર પતિ અભિનવ કોહલીએ લગાવ્યો ઘરેલૂ હિંસાનો આરોપ, 'મને લાકડીથી મારતી હતી'

શ્વેતા તિવારી પર પતિ અભિનવ કોહલીએ લગાવ્યો ઘરેલૂ હિંસાનો આરોપ, 'મને લાકડીથી મારતી હતી'
(@abhinav.kohli024/Instagram)

શ્વેતા તિવારી (Shweta Tiwari) લાંબા સમયથી તેનાં બીજા પતિ અભિનવથી (Abhinav Kohli)થી અલગ રહે છે. બંને વચ્ચે મતભેદ જગજાહેર છે. હાલમાં જ અભિનવ કોહલીએ શ્વેતા તિવારી પર કેટલાંક ગંભીર આરોપો લગાવ્યા હતાં. તેણે એક્ટ્રેસને અમાનવીય જણાવી હતી.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) ગત કેટલાંક દિવસોથી તેનાં સ્ટાઇલિશ અવતારને કારણે ચર્ચામાં છે. શ્વેતાનો આ લૂક જોઇ સૌ કોઇ હેરાન છે. તે અવાર નવાર તેનાં લેટેસ્ટ લૂક્સની તસવીરો શેર કરતી રહે છે. જેમાં તેનો અલગ જ અંદાજ જોવા મળે છે. જોકે આ બધાની વચ્ચે તે તેની પર્સનલ લાઇફ અંગે ચર્ચામાં છે. શ્વેતા તિવારી લાંબા સમયથી તેનાં બીજા પતિ અભિનવથી (Abhinav Kohli)થી અલગ રહે છે. બંને વચ્ચે મતભેદ જગજાહેર છે. હાલમાં જ અભિનવ કોહલીએ શ્વેતા તિવારી પર કેટલાંક ગંભીર આરોપો લગાવ્યા હતાં. તેણે એક્ટ્રેસને અમાનવીય જણાવી હતી.

  હાલમાં જ અભિનવે શ્વેતા તિવારી પર કેટલાંક ગંભીર આરોપ લગાવ્યા હતાં. અને એક્ટ્રેસને અમાનવીય જણાવી હતી. હવે અભિનવ કોહલીએ પત્ની પર ઘરેલૂ હિંસાનાં આરોપ લગાવ્યાં છે. હાલમાં જ અભિનવ કોહલીએ શ્વેતા તિવારી વિરુદ્ધ તેની વાત મુકી છે. અને પોતાનાંપર લાગેલાં તમામ આરોપોને ખોટા જણાવ્યાં છે. અભિનવે કહ્યું કે, 'મે પલકને થપ્પડ માર્યો હતો જેનો ઉલ્લેક પલકે એક ઓપન લેટરમાં કર્યો હતો.'

  (@abhinav.kohli024/Instagram)


  મે ખોટું કર્યું અને હું તે વાત માનું છું મે માફી પણ માંગી હતી. આ બધી વાતો શ્વેતા તરફથી આવી છે. પણ તે ફક્ત કન્ફ્યૂજન પેદા કરવાં ઇચ્છે છે. તે પણ ઘરેલું હિંસાની વાત સાબિત કરવાં. મે ક્યારેય કોઇ મહિલા પર હાથ ઉઠાવ્યો નથી. તે માર ઇમેજ ખરાબ કરવાં માંગે છે. તે મને મહિલાઓને નફરત કરનારો વ્યક્તિ સાબિત કરવાં ઇચ્છે છે.

  અભિનવે વધુમાં કહ્યું કે, 'શ્વેતા મને પત્નીને મારનારા પતિ તરીકે રજૂ કરવાં ઇચ્છે છે જ્યારે તેનાં ઉલટું તે મારીસાથે મારપીટ કરતી હતી. તેને મને લાકડીએ લાકડીએ માર્યો ચે. 2017માં અમારો ઝઘડો થયો હતો .તે વખતે અમારો દીકરો માત્ર 3 મહિનાનો હતો. મે જ્યારે મારા દીકરાને મળવાની ઇચ્છા જાહેર કરી હતી મે તેની તસવીર પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. '
  Published by:Margi Pandya
  First published:April 03, 2021, 15:49 IST

  ટૉપ ન્યૂઝ