Home /News /entertainment /

Bigg Bossમાં શિલ્પા શેટ્ટીના Yoga ક્લાસે ઘરમાં રહેનારાઓનો પરસેવો છોડાવ્યો

Bigg Bossમાં શિલ્પા શેટ્ટીના Yoga ક્લાસે ઘરમાં રહેનારાઓનો પરસેવો છોડાવ્યો

બિગ બોસ 13

બિગ બોસ 13નો એક નવા પ્રોમો સામે આવ્યો છે.

    બિગ બૉસ 13 (Bigg Boss 13)ના ફિનાલેમાં હવે જ્યાં એક સપ્તાહની જ વાર છે ત્યારે ઘરમાં જ વે ધણીને થોડા જ કંટેસ્ટન્ટ બાકી બચ્યા છે. નોમિનેશન્સમાં આ વખતે આસિમ રિયાઝ (Asim Riaz), સિદ્ઘાર્થ શુક્લા (Sidharth shukla) અને રશ્મિ દેસાઇ (Rashami Desai) સેફ છે. ફિનાલે પહેલા ઘરવાળાનો શાંતિ બનાવી રાખવા હવે શિલ્પા શેટ્ટી ઘરમાં આવી છે. આજના વીકેન્ડના સીઝનના છેલ્લા વારમાં સલમાન ખાન ફેન્સનું મનોરંજન કરવાના છે. અને 8 ફેબ્રુઆરીના એપિસોડમાં શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ઘરના લોકોને યોગ કરાવશે.

    બિગ બોસ 13ના એક નવા પ્રોમો, કે જેને સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે, તેમાં શિલ્પા શેટ્ટી ઘરમાં યોગ કરતી જોવા મળે છે. શિલ્પા શેટ્ટી અહીં પોતાની આગામી ફિલ્મ નિકમ્માના પ્રમોશન માટે આવી છે. શિલ્પા શેટ્ટીએ પ્રમોશનની સાથે જ ઘરના લોકોને યોગ પણ શીખવ્યું છે. શિલ્પા શેટ્ટીના યોગ ક્લાસથી ઘરના લોકોના હાલ બેહાલ થયા છે. શિલ્પા શેટ્ટીએ અહીં કપાલભારતી, કપલ યોગા જેવા યોગ કરાવ્યા હતા. પ્રોમો જોઇને લાગે છે કે ઘરના લોકોને યોગ કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. પ્રોમોમાં જોઇ શકાય છે કે ઘરનો એક પણ સદસ્ય યોગ સરખી રીતે નથી કરી શકતો. અને આ લોકોની યોગ મુદ્ગા જોઇને શિલ્પા શેટ્ટી પણ પોતાની હસી નથી રોકી શકતી.


    શિલ્પા શેટ્ટીની ફિલ્મ નિકમ્માથી તે લાંબા સમય પછી બોલિવૂડમાં રિમેક કરી રહી છે. શબ્બીર ખાનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 5 જૂને સિનેમાઘરોમાં આવશે. શિલ્પાના ફેન્સ આ ફિલ્મની ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટી, અભિમન્યૂ દસાની અને શિર્લે સેતિયા લીડ રોલમાં છે.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Bigg Boss 13, Shilpa Shetty, TV

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन