બિગ બૉસની ગત સીઝન જોરદાર હિટ રહ્યું હતું. અને આજ કારણે ગત સીઝનના વિજેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) આ વખતે બિગ બોસ 14માં સીનિયર તરીકે લાવવામાં આવ્યા છે. આજ કારણે સીઝન શરૂ થતા જ જોરદારનો વિવાદ પણ શરૂ થઇ ગયો છે. અને ફરી એક વાર આ શો ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. જો કે સિદ્ધાર્થ શુક્લાની વાત થાય અને શહેનાઝ ગિલની વાત ના થાય તેવું ક્યાંથી બને. હાલમાં જ્યારે શોમાં સિદ્ધાર્થ શુક્લા અને નિકી તંબોલીની નિકટતા સામે આવી તો અનેક મીડિયા રિપોર્ટમાં તેવો દાવો કરવામાં આવ્યો કે શહનાજ આ વાતથી ખૂબ જ નારાજ છે. અને સોશિયલ મીડિયા પર પણ આ વાતની અસર જોવા મળી.
બિગ બોસ 14ના એક એપિસોડમાં સિદ્ધાર્થ શુક્લા ગૌહર ખાન અને જૈસ્મીન ભસીનની હાજરમાં નિકી તંબોલી વિષે વાત કરી રહ્યા હતા. સિદ્ધાર્થે કહ્યું કે તે નિકી જેવી યુવતી પોતાના જીવનમાં ઇચ્છે છે. ત્યાં જ નિકીએ પણ તેને મેરેજ મટીરિયલ કહી દીધું. મીડિયા રિપોર્ટ મુજબ આ એપિસોડ પછી સિડનાજના ફેન્સ જોયું કે શહનાજે પોતાની પ્રોફાઇલ ફોટો નીકાળી દીધી છે. અને સાથે જ તેણે સિદ્ઘાર્થ શુક્લાને અનફોલો પણ કરી લીધો છે. જે પછી ફેન્સ આ મામલે ટ્વીટ કરતા પણ નજરે પડ્યા.
જો કે અમે તમને જણાવી દઇએ કે શહનાજે સિદ્ધાર્થને અનફોલો નથી કર્યો. તે ઇન્સ્ટાગ્રામ પર ખાલી 9 લોકોને ફોલો કરી છે. જેમાં હજી પણ સિદ્ધાર્થ શુક્લાનું નામ દેખાય છે. અને હાલમાં જ તેણે પોતાના ઇન્સ્ટાની તસવીર પણ બદલી છે. પણ સિદ્ધાર્થ સાથે શેર કરેલી તેમની તસવીરો અને વીડિયો હજી પણ તેમના ઇન્સ્ટા પેજ પર હાજર છે.
સિદ્ધાર્થ શુક્લાને નથી કર્યો અનફોલો
જો કે શહેનાજના ફેન હાલ તો આ મામલે શહેનાજની પ્રતિક્રિયાની રાહ જોઇ રહ્યા છે. આવનારા એપિસોડમાં સિદ્ધાર્થ શુક્લાને રિઝાવવા માટે ઘરની તમામ ફિમેલ કંટેસ્ટેંટ્સ સિજલિંગ ડાન્સ પરફોર્મ કરવાની છે. જેમાં સિદ્ધાર્થ અને નિકીની જોરદાર કેમેસ્ટ્રી પણ જોવા મળી શકે છે.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર