Home /News /entertainment /Big Boss: શું શાલીન અધવચ્ચે શો છોડી દેશે? કાબૂ ગુમાવી કરી આવી હરકત...

Big Boss: શું શાલીન અધવચ્ચે શો છોડી દેશે? કાબૂ ગુમાવી કરી આવી હરકત...

શું છોડી દેશે બિગબોસ?

બિગ બોસ 16 (Bigg Boss 16) ના અપકમિંગ એપિસોડનો એક પ્રોમો વીડિયો હાલ ચર્ચામાં છે. વીડિયોમાં શાલીન ભનોટ કન્ફેશન રુમમાં જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તે બિગ બોસ સાથે વાત કરી રહ્યો છે અને આ દરમિયાન પોતાનો કાબૂ ગુમાવતો પણ જોવા મળી રહ્યો છે. શાલિન આ વીડિયોમાં બિગ બોસ સાથે ગુસ્સામાં વાત કરી રહ્યો છે આ સાથે તે શો છોડવાની પણ વાત કરી રહ્યો છે.

વધુ જુઓ ...
    બિગ બોસ (Big Boss)માં સ્પર્ધકો માટે પરિવાર અને પોતાના લોકોથી દૂર રહેવું જરાય સરળ નથી હોતું. ન તો ફોન, ન તો પ્રિયજનોની કોઈ ઝલક, બહારની દુનિયાથી સંપૂર્ણપણે અલગ જીવવું. આવામાં ઘણીવાર આપણને ઘરના સભ્યોની બ્રેકડાઉનની સ્થિતી પણ જોવા મળે છે. ઘણી વખત ઘરના સભ્યો ઘરે જવાનો પ્રયાસ કરતા પણ જોવા મળ્યા હતા. ફરી એકવાર એવું જ જોવા મળ્યું, જ્યારે શાલીન ભનોટ (Shalin Bhanot) કન્ફેશન રૂમમાં પહોંચ્યો ત્યારે એક અલગ જ વલણ જોવા મળ્યું. શાલીનનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ચર્ચાનો વિષય બનેલો છે. ઘણા યુઝર્સ તેની હાલત પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક તેને એંગ્ઝાઈટી અને એકલતાને કારણે હોવાનું જણાવી રહ્યા છે.

    બિગ બોસ16 નો એક પ્રોમો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. જેમાં શાલીન કન્ફેશન રૂમમાં દેખાઈ રહ્યો છે. રિલીઝ થયેલા વીડિયોમાં, શાલીન બિગ બોસ સાથે વાત કરતા દેખાઈ રહ્યાં છે અને પછી તે એવું પૂછતા પણ દેખાઈ રહ્યાં છે કે શું કન્ફેશન રૂમ સાઉન્ડ પ્રૂફ છે? આ બાદ તે પોતાની વાત કહે છે કે તે ઘરમાં એકલતા અનુભવે છે. તેમની સાથે કોઈ વાત કરતું નથી. આ કહેતી વખતે શાલીન ગુસ્સે થઈ જાય છે અને જોર જોરથી દરવાજા પર મારવા લાગે છે. શાલીન પોતાનો ગુસ્સો કાઢે છે અને કહે છે કે તેની સાથે વાત કરવા માટે ઘરમાં કોઈ નથી. આ સાથે તે  શો ક્વિટ કરીનેે ઘરે જવાની માંગ કરતો પણ જોવા મળે છે.








    View this post on Instagram






    A post shared by ColorsTV (@colorstv)






    આ પણ વાંચોઃ 'ગાંધી ગોડસેઃ એક યુદ્ધ'નો કાળા ઝંડા બતાવી કરાયો વિરોધ, મેકર્સે બોલાવવી પડી પોલીસ

    શાલીનનો આ વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે- 'શાલીન ભનોટ કન્ફેશન રૂમમાં પોતાનો કાબૂ ગુમાવી બેઠો' શાલીનનો ગુસ્સો અને નારાજગી જોઈને ઘણા યુઝર્સે તેના પર પ્રતિક્રિયા આપી હતી. ઘણાએ તેની સરખામણી પ્રિયંકા ચૌધરી સાથે કરી હતી, જ્યારે કેટલાકે તો એમ પણ કહ્યું હતું કે જો શાલીનને પ્રિયંકા સાથે સાચી મિત્રતા હોત તો તેણે ક્યારેય આ દિવસ જોવો ન પડતો. બીજી તરફ કેટલાકે ટીના દત્તાને પણ નિશાન બનાવી અને શાલીનને આ સ્થિતિ માટે જવાબદાર ગણાવ્યો છે.

    આ પણ વાંચોઃ લગ્નના ચાર વર્ષ બાદ માતા બનશે દીપિકા પાદુકોણ! ઈચ્છે છે 3 બાળક...

    શાલીનના વીડિયો પર કોમેન્ટ કરતી વખતે કેટલાક લોકોએ તેની મજાક પણ ઉડાવી હતી. શાલીનના વીડિયો પર કોમેન્ટ કરતાં યુઝરે લખ્યું કે, મહાન અભિનેતાનો એવોર્ડ જાય છે શાલીન ભનોટને.'

    બીજાએ લખ્યું- 'સિદ્ધાર્થ શુક્લાની નકલ કરવા માંગે છે, પરંતુ તે મૂર્ખતા અને ઓવર એક્ટિંગ લાગે છે.' અન્ય યુઝરે લખ્યું- 'પોતાનો જ મજાક બનાવીને મૂકી દીધો છે. આને બિગ બોસમાંથી બહાર કાઢી મૂકો. ઓવર એક્ટિંગની દુકાન. જોકે, કેટલાક તેની સ્થિતિ સમજવાનો પ્રયાસ કરતા પણ જોવા મળ્યા હતા.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Entertainment news, બિગ બોસ, મનોરંજન

    विज्ञापन
    विज्ञापन