Home /News /entertainment /

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાએ શું Bigg Boss 13ના વિનરનું નામ જાહેર કર્યું?

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાએ શું Bigg Boss 13ના વિનરનું નામ જાહેર કર્યું?

સલમાન સાથે શેરા

ફિનાલેને હવે જ્યાં થોડા દિવસ જ બાકી છે

    બિગ બૉસ 13 (Bigg Boss 13)નો વિનર કોણ હશે તે મામલે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. દરેકના મનમાં આ મામલે સવાલ છે. ફિનાલેને હવે જ્યાં થોડા દિવસ જ બાકી છે ત્યારે બધા આ સવાલનો જવાબ જાણવા માંગે છે. ત્યારે મોટાભાગના લોકોનું માનવું છે કે સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) અને આસિમ રિયાઝ (Asim Riaz) વચ્ચે કાંટાની ટક્કર છે. ત્યારે આ તમામ ચર્ચાની વચ્ચે સલમાન ખાનના બોડીગાર્ડ શેરાએ બિગ બોસના વિજેતાનું નામ જાહેર કરી દીધું છે તેવી વાત ઉડી છે.

    બિગ બોસના હોસ્ટ સલમાન ખાનના બોડીગાર્ડ શેરાએ હાલ મીડિયા વાતચીત દરમિયાન જણાવ્યું કે તે કોને બિગ બોસ 13ના વિનર તરીકે જોવા માંગે છે. તેમણે કહ્યું કે સિદ્ધાર્થ શુક્લાને તે શોના વિનર તરીકે જોવા માંગે છે. શેરાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે કોઇને પણ પૂછી લો તો બધા સિદ્ધાર્થ શુક્લાનું જ નામ લે છે.

    શેરાએ કહ્યું કે સિદ્ધાર્થ શુક્લાને હરાવવું મુશ્કેલ છે. જો કે શેરા એકલા એવા વ્યક્તિ નથી ટીવી અને બોલીવૂડના બીજા સેલેબ્રિટી પર સિદ્ધાર્થ શુક્લાને વિનર તરીકે જુએ છે.


    ઉલ્લેખનીય છે કે હાલ બિગ બોસ 13માં સિદ્ઘાર્થ શુક્લા સિવાય રશ્મિ દેસાઇ, આરતી સિંહ, આસીમ રિયાઝ, પારસ છાબડા, શહનાઝ ગિલ અને માહિરા શર્મા પણ સામેલ છે. આ સપ્તાહમાં બિગ બોસ 13ના વિનરનું નામ સામે આવી જશે.તો ત્યાં સુધીમાં ખબર પડી જશે કે આસિફ કે સિદ્ધાર્થ કે પછી કોણ  બિગ બોસ 13ના વિનર બને છે.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Bigg Boss 13

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन