શૂટિંગ નહીં પરંતુ આ બીમારીને કારણે સલમાન ખાન છોડી રહ્યો છે Bigg Boss 13!
શૂટિંગ નહીં પરંતુ આ બીમારીને કારણે સલમાન ખાન છોડી રહ્યો છે Bigg Boss 13!
ત્યારે વીકેએન્ડના વારમાં સલમાન ખાન પારસ છાબડા પર ગુસ્સે થયેલા નજરે પડ્યા. આ વખતે પણ ઘરમાં ખૂબ જ હંગામો થયો. વિશાલ આદિત્ય સિંહ- મધુરિમા તુલીની મારપીટથી તો સલમાન ખાન ગુસ્સે છે જ સાથે જ તેમણે પારસ છાબડાનો ક્લાસ લીધો. સલમાન ખાનને પારસ પર એટલો ગુસ્સો આવ્યો કે તેમણે આંગળી બતાવીને પારસને પોતાની અવાજ નીચી કરવાનું કહ્યું.
સલમાન ખાન ( Salman Khan)નો પરિવાર તેની તબિયતને લઈને ખૂબ જ ચિંતિત છે. આવી સ્થિતિમાં તેમનો પરિવાર સલમાન બિગ બૉસ (Bigg Boss)ની વધુ સિઝન હોસ્ટ કરે તેવું ઇચ્છતો નથી.
બિગ બૉસ (Bigg Boss)ના લગભગ 10 સિઝનનું આયોજન કરનાર સલમાન ખાન ( Salman Khan) હવે આ શોનો એક અતૂટ ભાગ બની ગયો છે. સલમાન ખાન વગર આ શો વિશે વિચારવું પણ મુશ્કેલ છે. તાજેતરમાં જ આ શોના નિર્માતાઓએ શોના વિસ્તરણની જાહેરાત કરી હતી અને આ શોને 5 અઠવાડિયા આગળ વધારવામાં આવ્યો છે. જોકે સલમાન ખાન હવે આ શોનો હોસ્ટ બની જોવા મળશે નહીં. હવે આ શોના હોસ્ટ કોઈ બીજા હશે.
અત્યાર સુધી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે સલમાન ખાનના શો અને ડેટનાં વિસ્તરણને કારણે આ શો છોડી રહ્યો છે, પરંતુ હવે આ સમાચાર પાછળનું બીજું કંઈક સત્ય બહાર આવ્યું છે. એવા અહેવાલ છે કે સલમાન ખાન આ શોને તેની આગામી ફિલ્મમાં નહીં, પરંતુ તેની તબિયતને કારણે છોડી રહ્યો છે. ડેક્કન ક્રોનિકલએ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે સલમાન શોને હોસ્ટ કરતી વખતે ઘણો તણાવ લઈ રહ્યો છે. સાથે જ તેની ફિલ્મોનો સમયગાળો પણ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં સલમાનનો પરિવાર આનાથી વધારે તણાવ લેવા માંગતો નથી.
ખરેખર સલમાન ખાન 'ટ્રિરેમિનલ ન્યૂરેલજીયા' (Trigeminal Neuralgia ) નામની બીમારીથી પીડાઇ રહ્યો છે. આ રોગને લીધે વધુ તણાવ લેવો અથવા ગુસ્સો કરવો તેમના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. ઘણીવાર વીકએન્ડ વૉરના એપિસોડમાં સલમાન ખાન ગુસ્સે અને તણાવમાં જોવા મળે છે. છેલ્લા એપિસોડમાં સલમાન અરહાનના જુઠ્ઠાણાથી એટલો નારાજ થયો કે તેણે ગુસ્સે થઈને પોતાનું જેકેટ ફેંકી દીધું.
અહેવાલ છે કે હોસ્ટ તરીકે બિગ બૉસની આ સલમાન ખાનની છેલ્લી સિઝન હોઈ શકે છે. સલમાન છેલ્લા કેટલીક સિઝનમાં આ શો છોડવા માંગે છે પરંતુ નિર્માતાઓ સલમાનને દરેક વખતે મનાવે છે. પરંતુ હવે આ મામલે સલમાનનો પરિવાર વધુ ચિંતિત થઈ ગયો છે. બિગ બૉસની આ 13 મી સિઝન ચાલી રહી છે અને સલમાન ખાને પૂરી 10 સિઝન હોસ્ટ કરી છે. આ શોની પહેલી સિઝન અર્શદ વારસીએ હોસ્ટ કરી હતી.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર