Home /News /entertainment /રુપાલી ગાંગુલીના દીકરાને નથી પસંદ મમ્મીનો શો, 'અનુપમા' જોતા જ બંધ કરી દે છે આંખો અને...

રુપાલી ગાંગુલીના દીકરાને નથી પસંદ મમ્મીનો શો, 'અનુપમા' જોતા જ બંધ કરી દે છે આંખો અને...

ફોટોઃ @rupaliganguly

લોકોનો સૌથી લોકપ્રિય ગણાતો ટીવી શો 'અનુપમા'માં અનુપમાનું પાત્ર ભજવનાર રુપાલી ગાંગુલીએ એક ખુલાસો કર્યો છે. લોકો અનુપમાને જોવા માટે તલપાપડ થતાં હોય છે, ત્યારે તેણીના દીકરાને તેને અનુપમા રીતે જોવું જરાય પસંદ નથી.

    મુંબઈઃ અભિનેત્રી રુપાલી ગાંગુલીનેથી કદાચ જ કોઈ અજાણ હશે. જ્યારથી તેણીએ ટીવી શો અનુપમા બનીને ઈન્ડસ્ટ્રીમાં કમબેક કર્યુ છે, ત્યારથી તે લોકોની ફેવરેટ બની ગઈ છે. તેણીનો શે છેલ્લા બે વર્ષોથી ટીઆરપી ચાર્ટ પર રાજ કરી રહ્યો છે. જોકે આનો શ્રેય હંમેશા રુપાલી ટીમની ધગશ અને તેમની અથાગ મહેનતને આપે છે. શો દર્શકો વચ્ચે પહેલી પસંદ બનેલો છે. જોકે, એવામાં રુપાલી પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને કેવી રીતે સંતુલિત કરે છે? તેનો ખુલાસો હાલ રુપાલીએ જાતે જ કરી દીધો છે. સાથે તેણીએ પોતાની સફળતાની પાછળના ઘણા રાઝ પરથી ઘટસ્ફોટ કર્યો છે.

    News18 Showshaથી વાતચીતમાં રુપાલી ગાંગુલી કહે છે કે, તેણીની સફળતાનો શ્રેય તે પોતાના પતિને આપવા માંગે છે. કારણકે, તે કરિયરમાં ઘણા સપોર્ટિવ રહ્યા છે. તેણીએ ખુલાસો કર્યો કે કેવી રીતે પતિએ જલ્દી રિટાયરમેન્ટ લઈ લીધુ, જેથી તે રુપાલીની ગેરહાજરીમાં પોતાના દીકરાનું ધ્યાન રાખી શકે.

    આ પણ વાંચોઃ 'પાપા કી કાર્બન કૉપી..' નાના પાટેકરના દીકરાને જોઈને તમે પણ વિચાર કરવા થઈ જશો મજબૂર, હુબહુ દેખાય છે

    રુપાલી કહે છે કે- 'હું ભાગ્યશાળી છુ, મને આટલો સપોર્ટિંવ પતિ મળ્યો છે. તેણે જલ્દી રિટાયરમેન્ટ લઈ લીધી અને અમેરિકાથી અહીં આવી ગયા. મારા કામ કરવા અથવા ના કરવાથી કંઈ મોટો ફરક નથી પડતો, કારણકે અમારી એટલી મોટી ઈચ્છાઓ નથી. તે કહે છે કે અમારા બાળકોને ઓછામાં ઓછા એક પેરેન્ટની જરૂર છે. હું મારા બાળકને હાઉસ હેલ્પર સાથે નથી છોડતી. એવું એટલે નહીં કે તે સારા નથી હોતા. એક કેરટેકર રીતે મારી પાસે એક શાનદાર છોકરી છે. તે મારા માટે એક પરિવારની જેમ છે. પણ, હકીકતમાં મે ક્યારેય મારા બાળકને કેરટેકર પાસે નથી છોડ્યા.'








    View this post on Instagram






    A post shared by Rups (@rupaliganguly)





    રુપાલીએ આ વિષય પર આગળ જણાવ્યુ કે, 'મારા પતિ ખૂબ જ સપોર્ટિવ છે, તેમનું માનવું છે કે અમારા બાળકોને માતા-પિતામાંથી ઓછામાં ઓછા એકની જરુર છે. તે રુદ્રાંશ માટે ઘરે જ રહે છે. મારી ગેરહાજરીમાં તે રુદ્રાંશ માટે માતા-પિતા બંને છે. એક માતા તરીકે હું કદાચ નાપાસ થઈ ગઈ છું. પરંતુ, તે મારા દીકરા માટે પિતા અને માતા બંને છે.'

    આ પણ વાંચોઃ 70ના દાયકાની સુપર બોલ્ડ એક્ટ્રેસ સાથે અભિષેક બચ્ચનની સુવાની હતી ઈચ્છા, એક્ટ્રેસે કહ્યુ કે...

    રુપાલી ગાંગુલીએ પોતાના શો પર દીકરા રુદ્રાંશના રિએક્શનનો પણ ખુલાસો કર્યો હતો. તે કહે છે કે, તેનો દીકરો આ શો નથી જોતો. કારણકે, તેને લાગે છે કે તેની મમ્મી મોટાભાગનો સમય સેટ પર જ વિતાવે છે. રુપાલી કહે છે કે- "તેણે ક્યારેય 'અનુપમા' નથી જોયું. જેવું તેને ખબર પડે છે કે અનુપમા ચાલી રહ્યુ છે તે તેના રુમમાં જતો રહે છે અને પોતાનું મોઢું સંતાડી લે છે. જ્યારે મે કામ પર કમબેક કર્યુ, ત્યારે તે ફક્ત સાડા છ વર્ષનો હતો. શરુમાં તેને લાગ્યુ હતું કે, અનુપમા મારો બીજો પરિવાર છે અને તેથી તેની મમ્મી તેમની સાથે જ વધારે સમય વિતાવે છે."
    Published by:Hemal Vegda
    First published:

    Tags: મનોરંજન

    विज्ञापन
    विज्ञापन