Home /News /entertainment /ફક્ત 15 વર્ષની ઉંમરે 'નાનકડી રુહી'એ ખરીદ્યુ કરોડોનું ઘર, 3 વર્ષની ઉંમરે કરી હતી કરિયરની શરુઆત
ફક્ત 15 વર્ષની ઉંમરે 'નાનકડી રુહી'એ ખરીદ્યુ કરોડોનું ઘર, 3 વર્ષની ઉંમરે કરી હતી કરિયરની શરુઆત
Photo: @ruhaanikad
રુહાનિકા ધવને 15 વર્ષની ઉંમરમાં પોતાનું ઘર ખરીદી લીધુ છે અને આ આલીશાન ઘરની ઝલક પણ ફેન્સ સાથે શેર કરી છે. આ જોઈને લોકો રુહાનિકાના વખાણ કરતા થાકતા નથી. આ ચાઈલ્ડ એક્ટ્રેસે ખૂબ જ નાની ઉંમરમાં પોતાના કરિયરની શરુઆત કરી દીધી હતી. તેનું જ આ પરિણામ છે કે તેણે આટલી નાની ઉંમરમાં આટલું આલિશાન ઘર ખરીદ્યુ છે.
મુંબઈ: 'યે હૈ મોહબ્બતે'ની 'નાની રુહી' તમને યાદ છે? જી હાં, તે જ રુહી, જેણે પોતાની માસૂમિયતથી તમામનું દિલ જીતી લીધુ હતું. સીરિયલમાં નાનકડી રુહીનું પાત્ર ભજવનારી રુહીનું પાત્ર ભજવનારી રુહાનિકા ધવને દરેકનું દિલ જીતી લીધુ હતું. સોશિયલ મીડિયા પર રુહાનિકા ખૂબ જ એક્ટિવ રહે છે. આ દરમિયાન તેણીએ એવું કામ કર્યુ છે, જેના કારણે તેણી ચારેતરફ છવાઈ ગઈ છે. રુહાનિકાએ ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર એક ગુડન્યુઝ શેર કરી છે, જેમાં તેણીએ પોતાનું ઘર ખરીદી લીધું છે. પોતાના નવા ઘરને લઈને રુહાનિકા ખૂબ જ ખુશ છે. આ ખબર બાદ રુહાનિકા ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે.
15 વર્ષની રુહાનિકાએ નાની ઉંમરમાં ફક્ત નામ જ નહીં, પણ જોરદાર પૈસા પણ કમાયા છે અને આ જ કારણે આટલી નાની ઉંમરમાં તેણી કરોડોના ઘરની માલકિન બની ગઈ છે. તેણીએ સોશિયલ મીડિયા પર પોતાના લૈવિશ ઘરની તસવીરો શેર કરી છે. જે ઉંમરમાં રુહાનિકાએ આ કામ તે કરવામાં લોકોને વર્ષો લાગી જાય છે. તો રુહાનિકાએ આ કેવી રીતે કર્યુ?
રુહાનિકાએ ખૂબ જ નાની ઉંમરમાં પોતાના કરિયરની શરુઆત કરી દીઘી હતી. જ્યારે તેણી 3 વર્ષની હતી, તેણીએ પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી દીધી હતી. તેણીએ 2012માં ટીવી શો 'મિસેઝ કૌશિક કી પાંચ બહુએ'થી પોતાનું એક્ટિંગ ડેબ્યુ કર્યુ હતું. પરંતુ, તેણીને પોપ્યુલારિટી મળી 'યે હૈ મોહબ્બતે'ની રુહી ભલ્લા બનીને. શોમાં તેણીને ખૂબ જ પસંદ કરવામાં આવતી. આ સીરિયલ માટે રુહાનિકાને મોસ્ટ પોપ્યુલર ચાઈલ્ડ આર્ટિસ્ટ આઈટી એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવી છે.
રુહાનિકા ધવન ફક્ત ટીવી સીરિયલ સુધી સીમિત નથી રહી. તેણી બોલિવૂડની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. તેણીએ બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનની 'જય હો'માં અને સની દેઓલની 'ઘાયલ વંશ અગેન'માં પણ કામ કર્યુ છે. આ દિવસે તેણી ટીવી શોથી દૂર છે, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાયેલી રહે છે.
રુહાનિકાએ જણાવ્યુ હતું કે તેણીએ પોતાની મમ્મીની મદદથી ઘર ખરીદ્યુ છે. કારણકે, તેણીની મમ્મી જ હતી, જેણે તેણીની કમાણીની બચત કરી તેને ડબલ કરી દીધી. એટલે કે રુહાનિકાએ પોતાના ઘરની પુરુ ક્રેડિટ પોતાની મમ્મીને આપ્યુ છે. તેણીએ ફેન્સને જણાવ્યુ કે આ તેણીના માટે ફક્ત શરુઆત છે. તેણી મોટા સપના જુએ છે અને તેને પુરા કરવા પર ફોકસ કરે છે.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર