રૂબીના દિલૈકે જીત્યું 'Bigg Boss 14'નું ટાઇટલ, બીજા નંબર પર રહ્યો રાહુલ વૈદ્ય

(તસવીર સાભાર - Twitter @@BiggBoss)

Bigg Boss 14ના ફાઇનલિસ્ટ રાખી સાવંત, રાહુલ વૈદ્ય, નિક્કી તંબોલી અને એલી ગોનીને પછાડીને રૂબીના દિલૈકે જીત્યું ટાઇટલ

 • Share this:
  Bigg Boss 14 Finale: ટીવીના સૌથી જાણીતા રિયલિટી શો બિગ બોસ 14 (Bigg Boss 14)નું ટાઇટલ રૂબીના દિલૈક (Rubina Dilaik) એ જીતી લીધું છે. બીજી તરફ રાહુલ વૈદ્ય (Rahul Vaidya) બીજા નંબર પર રહ્યો છે. અંતે રૂબિના દિલૈકના પ્રશંસકોએ તેને વિનબ બનાવી જ દીધી. નોંધનીય છે કે, શરુઆતથી જ રૂબીનાનું ફેન ફોલોઇંગ ઘણું વધારે જોવા મળી રહ્યું હતું. રૂબીના હંમેશા ટ્વીટર પર ટ્રેન્ડીંગમાં પણ રહેતી હતી.

  Bigg Boss 14માં કુલ પાંચ ફાઇનલિસ્ટ રાખી સાવંત, રૂબીના દિલૈક, રાહુલ વૈદ્ય, નિક્કી તંબોલી અને એલી ગોની હતા. પરંતુ બધાને પછાડીને રૂબીનાએ જીત મેળવી લીધી. ફિનાલેમાં સૌથી પહેલા શોથી રાખી સાવંત 14 લાખ રૂપિયા લઈને શોથી બહાર થઈ ગઈ. એલી ગોની અને નિક્કી તંબોલો બાદમાં શોથી બહાર થયા. અંતમાં રાહુલ વૈદ્ય બીજા નંબર પર રહ્યો.

  આ પણ જુઓ, મુંબઈઃ પ્રેમમાં નિષ્ફળ યુવકે યુવતીને લોકલ ટ્રેનની નીચે ફેંકવાનો પ્રયાસ કર્યો, વીડિયો જોઈ ચોંકી જશો

  નોંધનીય છે કે, બિગ બોસ 14માં રૂબીના દિલૈકે પતિ અભિનવ શુક્લની સાથે એન્ટ્રી કરી હતી અને તે તેનો સૌથી મોટો સપોર્ટ હતો. આ ઉપરાંત અભિનવનો સાથ રુબીનાને અંતિમ સમય સુધી મળ્યો, કારણ કે ફિનાલેના થોડા એપિસોડ પહેલા જ અભિનવ ઘરથી બહાર થયો હતો.

  બીજી તરફ ફિનાલેમાં ઘણી ધૂમ મચેલી રહી. અક તરફ જ્યાં કોન્ટેસ્ટન્ટે પોતાના પર્ફોમન્સથી લોકોના દિલ જીત્યા તો બીજી તરફ નોરા ફતેહીની સાથે ગરમી ગીત પર સલમાન ખાનના ડાન્ે ફિનાલે વધુ એન્ટરટેઇનિંગ કરી દીધું.

  આ પણ વાંચો, Heroની આ જબરદસ્ત બાઇક આપે છે 80 KMની માઇલેજ, કિંમત છે માત્ર 51,200 રૂપિયા

  ફિનાલેમાં સૌથી જબરદસ્ત રહી બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની એન્ટ્રી. ધર્મેન્દ્રની સાથે મળી સલમાને ખૂબ ધૂમ મચાવી. શો પર ફિલ્મ ‘શોલે’ના સીનને રીક્રિએટ કરવામાં આવ્યો જ્યાં સલમાને ગબ્બર તો રાખી સાવંતે બસંતીનું પાત્ર ભજવ્યું.
  Published by:Mrunal Bhojak
  First published: