8 દિવસ સુધી કોરોના સામે લડ્યા પછી જાણીતા શેફ ફ્લોયડ કાર્ડોજનું નિધન

ફ્લોયડ કાર્ડોજ

કાર્ડોજનો જન્મ મુંબઇમાં થયો હતો. અને તે 8 માર્ચ સુધી અહીં જ હતા.

 • Share this:
  ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસ (Corona virus) અત્યાર સુધીમાં 21 હજાર લોકોના પ્રાણ ભરખી લીધા છે. કોરોના વાયરસના કારણે દુનિયાભરના કરોડો લોકો પોતાની જાતને ઘરમાં બંઘ રાખવા મજબૂર બન્યા છે. એટલું જ નહીં દિવસ રાત કોરોનાના સંક્રમણના કેસ પણ વધી રહ્યા છે. આ માટે જ WHO તેને વૈશ્વિક મહામારી જણાવી છે. વળી હજી સુધી તેનો કોઇ સારવાર કે દવા પણ સામે નથી આવી. જેના કારણે મૃત્યુ આંક વધી રહ્યો છે. જે લોકોની ઇન્મ્યૂનિટી ઓછી હોય અને જે લોકોની ઉંમર વધારે હોય છે તેને આ બિમારીથી સૌથી વધુ ખતરો છે. જો કે હવે આ વાયરસે જાણીતા શેફ ફ્લોયડ કાર્ડોજ (Floyd Cardoz) પ્રાણ લીધા છે.

  જાણીતા શેફ ફ્લોયડ કાર્ડોજની કોરોના વાયરસના કારણે મોત થઇ છે. પારિવારિક સુત્રોએ આ અંગે બુધવારે જાણકારી આપી હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની એક રિપોર્ટ મુજબ 59 વર્ષના ફ્લોયડ કાર્ડૉજની મોત અમેરિકાના ન્યૂયોર્કમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે થઇ હતી.


  18 માર્ચે તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી આ અંગે જાણકારી આપી છે. તે વખતે તે પોતે ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં દાખલ હતા. આ જાણકારી પછી તેમના ફોલોવર્સ તેમની ચિંતા કરી રહ્યા હતા. અને સતત તેમના સારા સ્વાસ્થય માટે પ્રાર્થના અને શુભકામના આપી રહ્યા હતા. પણ હવે તેમના નિધનની ખબર આવી છે. જેમણે તેમના પરિવાર અને મિત્રોને શોકમાં મૂક્યા છે.

  ઉલ્લેખનયી છે કે કાર્ડોજનો જન્મ મુંબઇમાં થયો હતો. અને તે આઠ માર્ચ સુધી અહીં જ હતા. ફ્લોયડ કાર્ડોજ મુંબઇના જાણીતા રેસ્ટોરંટ બોમ્બે કેન્ટીન અને પેડ્રોના માલિક છે. તેમણે હાલમાં બોમ્બે સ્વીટ શોપની શરૂઆત કરી હતી. તે અનેક ટીવી કૂકિંગ શોનો ભાગ રહેલા છે. અને તેમના ફિલ્મમાં તેમનું મોટું નામ હતું.
  Published by:Chaitali Shukla
  First published: