Home /News /entertainment /રેપ આરોપી એક્ટર કરન ઓબેરોયની જામીન અરજી થઇ રદ્દ

રેપ આરોપી એક્ટર કરન ઓબેરોયની જામીન અરજી થઇ રદ્દ

મહિલાનાં વકિલે તેની દલીલમાં કહ્યું કે, ટીવી એક્ટરે મહિલાને લગ્નનો વાયદો કરીને ન ફક્ત તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા પણ...

મહિલાનાં વકિલે તેની દલીલમાં કહ્યું કે, ટીવી એક્ટરે મહિલાને લગ્નનો વાયદો કરીને ન ફક્ત તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા પણ...

એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: કરન ઓબેરોયનાં વકિલે એક તરફ રિલેશનશિપની સાથે સાથે ઘણી દલીલ કરી કોર્ટમાં સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે જ્યોતિષ મહિલા, ગિફ્ટ વગેરે આપીને કરન સાથે સંબંધ બાંધવા ઇચ્છતી હતી અને વાત ન જામતા તેણે કરન પર આરોપો ઘડી નાખ્યા અને તેને કોર્ટનાં દરવાજે લઇ આવી.

તો જ્યોતિષ મહિલાનાં વકિલે તેની દલિલમાં કહ્યું કે, ટીવી એક્ટરે મહિલાને લગ્નનો વાયદો કરીને ન ફક્ત તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાધ્યા પણ મહિલાનો વીડિયો વાયરલ કરવાનું કહીને ડરાવીને તે મહિલા પાસેથી પૈસા અને મોંઘી વસ્તુઓ પણ લેતો હતો. જજે બંને પક્ષની દલીલ સાંભળીને બાદમાં મહિલાનાં પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો. અને કરનની જામીન અરજી નામંજૂર કરી હતી.

શું છે આખી ઘટના
ટીવીનાં પોપ્યુલર શો 'જસ્સી જૈસી કૌઇ નહીં'થી દર્શકોનાં દિલમાં જગ્યા બનાવનારા કરન ઓબેરોય પર રેપનો આરોપ છે. હાલમાં તે પોલીસની અટકાયતમાં છે. એક મહિલાએ કરન પર લગ્નની લાલાચ આપીને રેપ કર્યાનો આરોપ લગાવ્યો છે કરન ઉપર લાગેલા આરોપો બાદ તેની સાથે તેની ફેમિલી પણ તમામ મિત્રો તેનું સતત સમર્થન કરી રહ્યાં છે. તમામનું કહેવું છે કે, કરન પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે.

પોતાનો પક્ષ રાખતા કરને કહ્યું કે,
'શરૂઆતમાં મે તેની સાથે ફ્લર્ટ કર્યુ હતું. પણ હવે હું સિંગલ છું. તે મહિલાએ મને જણાવ્યું કે પિતા તેની સાથે મારઝૂડ કરે છે. અમારી વચ્ચે કોઇ જ સંબંધ ન હતો. ન અમારી વચ્ચે ક્યારેય સેક્સ થયુ છે. મે તેને દરેક જગ્યાએ બ્લોક કરી દીધી છે તેણે મને કહ્યું હતું કે, તે મારુ ઘર સંભાળવા ઇચ્છે છે અને આ મારી સૌથી મોટી ભૂલ છે.'

મુંબઇમાં મારા બે ઘર છે. અને તેમાંથી એક પણ ગીરવે નથી. મે મારા ઘરનો સામાન ખરીદવા માટે તેને પૈસા પણ આપ્યા હતાં. ઉધાર આપવાનો તેનો દાવો પણ ખોટો છે. બાદમાં મે ગાર્ડને પણ કહ્યું હતું કે, આ મહિલા મારા ઘર પર ન આવવી જોઇએ. તે બાદ તેણે તેનાં કાંડાની નસ કાપીને મને ધમકી આપી હતી. મે ક્યારેય કોઇ મહિલાનું અપમાન નથી કર્યું. પણ આ સામાન્ય નથી. અહીં તો હું પીડિત છું. હું આ મહિલાની સાથે કોઇ જ પ્રકારનાં રિલેશનશિપમાં નથી. તો બીજી તરફ મહિલાનું કહેવું છે કે કરને રેપનો વીડિયો બનાવી લીધો હતો અને તેનાં બદલામાં તે તેની પાસેથી પૈસા લેતો હતો
First published:

Tags: Rape Accused, Rejected, Tv Actor, કોર્ટ

विज्ञापन