ભગવાન રામના રોલ માટે અરુણ ગોવિલે છોડી હતી આ ખરાબ આદત

રામાયણનો એક સીન

 • Share this:
  દેશમાં લોકડાઉન (Lockdown)ની વચ્ચે લોકોના મનોરંજન માટે દૂરદર્શને તેની લોકપ્રિય સીરિયલ રામાયણ ફરીથી પ્રસારીત કરવાનું નક્કી કર્યું છે. આજે સવારે 9 વાગે રામાયણનું રી ટેલિકાસ્ટ શરૂ કરવામાં આવ્યું હતું. જેને સોશિયલ મીડિયા સારો રિસ્પોન્સ મળ્યો હતો. ત્યારે આજે અમે તમને રામાયણથી જોડાયેલી એક ખાસ વાત જણાવી રહ્યા છે. જે તેના લીડ એક્ટર અરુણ ગોવિલ વિષે છે (Arun Govil) જે વિષે અરુણ ગોવિલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. કેટલાક સમય પહેલા રામાયણની પૂરી ટીમે સીરિયલના 33 વર્ષ પૂર્ણ થવા પર કપિલ શર્માના શોમાં હાજરી આપી હતી. અને અહીં દીપિકા ચિખલિયા અને સુદેશ લહરી સાથે અરુણ ગોવિલે કેટલાક રસપ્રદ કિસ્સા શેર કર્યા હતા. જેમાંથી એક હતી કે કેવી રીતે અરુણ ગોવિલે તેમની સિગરેટની લત છોડી.

  અરુણ ગોવિલે જણાવ્યું કે તે સમયે તે ભાનુમતી સાથે તમિલ ફિલ્મની શૂટિંગ કરી રહ્યા હતા. ફિલ્મમાં તેમનું બાલાજી તિરુપતિનું પાત્ર હતું. મને સિગરેટ પીવાની આદત હતી. લંચ પછી એક વાર હું પડદા પાછળ જ્યારે સિગરેટ પી રહ્યો હતો તો એક સજ્જન આવ્યા અને મને જોવા લાગ્યા અને પછી મને કંઇક કંઇક બોલીને જતા રહ્યા. મને તેમની ભાષા ના સમજાઇ એટલે મેં પાસેના એક વ્યક્તિને પુછ્યું કે તેણે શું કહ્યું. તો જાણવા મળ્યું કે તે વ્યક્તિ કહેતો હતો કે અમે તમને ભગવાન સમજતા હતા અને તમે અહીં બેસીને સિગરેટ પીવો છો.

  અરુણે કહ્યું તે દિવસને આજનો દિવસ મેં કદી સિગરેટ નથી પીધી. આ સિવાય તેમણે કહ્યું કે રામાનંદ સાગર જ્યારે તેમને ઓડિશન માટે બોલાવ્યા તો તે પહેલીવાર રિજેક્ટ થયા હતા. પણ પાછળથી તેમને રામનું પાત્ર મળી ગયું.
  Published by:Chaitali Shukla
  First published: