‘રામે’ શૅર કરી 33 વર્ષ જૂની તસવીર, એક જ તસવીરમાં જોવા મળ્યો સમગ્ર રામાયણ પરિવાર

રામાનંદ સાગરે 33 વર્ષ પહેલા રચ્યો હતો ઈતિહાસ, અરૂણ ગોવિલે જૂની યાદો તાજા કરી

રામાનંદ સાગરે 33 વર્ષ પહેલા રચ્યો હતો ઈતિહાસ, અરૂણ ગોવિલે જૂની યાદો તાજા કરી

 • Share this:
  મુંબઈઃ રામાયણ (Ramayan)ની ચર્ચા હાલ સમગ્ર દેશમાં છે. રામાયાણના પ્રસંગોથી લઈને તેના કલાકારો 33 વર્ષ વર્ણવી રહેલા અનુભવોને પણ દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ દરમિયાન રામાનંદ સાગર (Ramanand Sagar) કૃત રામાયણમાં રામ (Ram)ની ભૂમિકા નિભાવનારા અભિનેતા અરુણ ગોવિલ (Arun Govil)નું ટ્વિટર એકાઉન્ટ વેરિફાય થઈ ગયું છે. આ પ્રસંગે તેઓએ પોતાના રામાયણના કાસ્ટ અને ક્રૂની સાથેની એક 33 વર્ષ જુની તસવીર શૅર કરી દીધી છે. તેમાં રામાનંદ સાગરની સાથે ટીમના બીજા તમામ સાથી જોવા મળી રહ્યા છે. તેમાં દાસાસિંહ (Dara Singh)થી લઈને અનય તમામ કલાકારોએ એક સાથે આવીને તસવીર ખેંચાવી છે.

  હકીકતમાં હાલના દિવસોમાં અરુણ ગોવિલ સતત ટ્વિટરના માધ્યમથી લોકો સાથે જોડાયેલા છે અને પોતાની વાતો રજૂ કરી રહ્યા છે. એવામાં તેમનું એકાઉન્ટ પણ હવે વેરિફાય કરી લેવામાં આવ્યું છે. અરુણ ગોવિલે આ તસવીરેન શૅર કરતાં લખ્યું છે કે, આ છે ટેલિવિઝનના ઈતિહાસમાં સૌથી ગૌરવશાળી કીર્તિમાન બનાવનારી ટીમ. રામાનંદ સાગરજીના નેતૃત્વમાં સિનેમા જગતથી સૌથી વિલક્ષણ, પ્રતિભાવાન અને ભાગ્યવાન કલાકાર.


  આ પણ વાંચો, જોની લીવરની Coronaને ધમકી, ‘ઈન્ડિયા મેં ઘૂસને કી તૂ કર બૈઠા નાદાની, તેરી મરેગી નાની’

  ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ (Coronavirus)ના કારણે ચાલી રહેલા લૉકડાઉન (Lockdown) દરમિયાન ટીવી ચેનલ ડીડી નેશનલ (DD National)એ સૌથી વધુ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. લૉકડાઉનમાં પોતાની સુરક્ષા માટે ઘરોમાં કેદ દર્શકોના મનોરંજનનું ખાસ ધ્યાન રાખતાં દૂરદર્શન (Doordarshan) હાલમાં જ અનેક જાણીતા ટીવી શૉ ફરી પ્રસારિત કરી રહ્યું છે. શરૂઆત રામાયણ (Ramayan) અને મહાભારત (Mahabharat)થી કરવામાં આવી છે જેને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

  આ પણ વાંચો, કોરોનાઃ માસ્ક ઘરે કેવી રીતે બનાવાય? સ્મૃતિ ઈરાનીએ ટ્વિટ કરી રીત
  Published by:Mrunal Bhojak
  First published: