ટીવીમાં Ramayana આવતા જ સોશિયલ મીડિયા પર લોકોએ શેર કરી રસપ્રદ વાતો

ત્યારે ડીડી ઇન્ડિયાના અધિકૃત ટ્વિટર હેન્ડલ મુજબ 16 એપ્રિલના રોજ પ્રસારિત રામાયણના એપિસોડને એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. 16 એપ્રિલે પ્રસારિત એપિસોડને 7.7 કરોડ દર્શકોએ દુનિયાભરમાં જોયો છે. અને આ પછી તે સૌથી વધુ દેખાઇ રહેલ સિરીયલ બની ગઇ છે.

એક યુઝરે લખ્યું કે આજે અમારી ચાર જનરેશન સાથે મળીને રામાયણ દેખી રહી છે.

 • Share this:
  દૂરદર્શન પર ભગવાન શ્રીરામની લોકપ્રિય સીરિયલ 'રામાયણ'નું ફરી પ્રસારણ આજથી શરૂ થઇ ગયું છે. દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના કારણે લોકડાઉન (Lockdown)નો સમય ચાલી રહ્યો છે. વળી ચૈત્રી નવરાત્રી પણ ચાલે છે. ત્યારે લોકોનું મનોબળ બની રહે તે માટે પ્રસાર ભારતીએ મોટી સરપ્રાઇઝની જાહેરાત થોડા સમય પહેલા કરી હતી. જે મુજબ દૂરદર્શનના સૌથી લોકપ્રિય ધાર્મિક શો એટલે કે 'રામાયણ' (Ramayan) આજથી ફરી પ્રસારણ ચાલુ કરવામાં આવ્યું છે. રામાયણનું પ્રસારણ આજે સવારે 9 વાગ્યાથી દૂરદર્શન (Doordarshan) પર શરૂ કરવામાં આવ્યું છે.

  ત્યારે અનેક લોકોએ લોકડાઉનના આ સમયમાં રામાયણના આ પ્રસારણને આજે જોયું હતું. અને સોશિયલ મીડિયા પર આ અંગે વિવિધ ફોટો અને વીડિયો મૂકી પોતાનું એક્સાઇટમેન્ટ બતાવ્યું હતું. ટ્વિટર પર #Ramayan નંબર 1 પર ટ્રેન્ડ કરી રહ્યું હતું. અને અનેક લોકોએ પરિવાર સાથે મળીને રામાયણની જોઇ હતી.  પબ્લિક ડિમાન્ડ પર પ્રસાર ભારતીના સીઇઓ શશિ શેખરે ફરી રામાયણનું ટેલીકાસ્ટ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતા. આ પ્રસાર અંગે પ્રકાશ જાવડેકરે પણ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. રામાયણનો પહેલો એપિસોડ સવારે 9 વાગે અને બીજા એપિસોડ રાતે 9 વાગે પ્રસારિત કરવામાં આવશે. અને આ સિવાય 28 માર્ચ એટલે કે આજ બપોરે 12 વાગે અને સાંજે 7 વાગે ડીડી ભારતી ચેનલ પર પણ દર રોજ મહાભારતના બે એપિસોડ પણ બતાવવામાં આવશે.


  ત્યારે આજે સવારે 9 વાગે જેવું જ રામાયણ ટેલિકાસ્ટ થયું સોશિયલ મીડિયામાં લોકોમાં તેનું એક્સાઇટમેન્ટ નજરે પડ્યું હતું. લોકોએ આ અંગે ટ્વટિ કર્યા હતા. અને જૂની યાદોને પણ તાજા કરી શેર કરી હતી. એક યુઝરે લખ્યું કે આજે અમારી ચાર જનરેશન સાથે મળીને રામાયણ દેખી રહી છે. લોકોએ આજના એપિસોડમાં પોતાની ફેવરેટ ઝલક પણ બતાવી.


  નોંધનીય છે કે રામાયણનું નિર્માણ અને નિર્દેશન હિંદી સિનેમાના વેટરન ફિલ્મમેકર રામાનંદ સાગર કર્યું હતું. રામાયણનું નામ દુનિયામાં સૌથી વધુ દેખાયેલા ટીવી શોમાં પણ તેનું નામ જોડવામાં આવ્યું છે.


  મહાભારતનું પ્રસારણ 1988 થી 1990 સુધી દૂરદર્શન પર કરવામાં આવ્યું. આ શોનું નિર્માણ અને નિર્દેશન દિગ્ગજ ફિલ્મમેકર બીઆર ચોપડાએ કર્યું હતું. આ માઇથોલોજીકલ શોમાં હસ્તિનાપુર રાજ્યમાં કૌરવ અને પાંડવો વચ્ચેના સંધર્ષને વર્ણાવવામાં આવ્યો છે.
  Published by:Chaitali Shukla
  First published: