રામાયણમાં રાવણની ભૂમિકા ભજવનાર અરવિંદ ત્રિવેદીની તસવીર આવી સામે, ઓળખવા પણ મુશ્કેલ
રામાયણમાં રાવણની ભૂમિકા ભજવનાર અરવિંદ ત્રિવેદીની તસવીર આવી સામે, ઓળખવા પણ મુશ્કેલ
રામાયણમાં રાવણ બનેલા અરવિંદ ત્રિવેદી ખુબ જ લોકપ્રિય (તસવીર- Instagram@arvindtrivedi789/Twitter@LahriSunil))
લોકપ્રિય ટીવી શો 'રામાયણ' (Ramayan)માં રાવણની ભૂમિકા ભજવનાર અરવિંદ ત્રિવેદી(Arvind Trivedi)ની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને અભિનેતા સુનીલ લાહિરીએ શેર કરી છે. ફોટામાં અરવિંદને ઓળખવા ખુબ જ મુશ્કેલ છે.
નવી દિલ્હી: ટીવી સીરિયલ 'રામાયણ' સૌથી લોકપ્રિય શો છે. આ શો 1987માં ટેલિકાસ્ટ થયો હતો. જેને આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે. આ સિરિયલમાં કામ કરનાર દરેક કલાકાર પ્રખ્યાત થયા હતા. એટલું જ નહીં, લોકો વાસ્તવિક જીવનમાં પણ રામ અને સીતાની ભૂમિકા ભજવતા કલાકારોને રામ અને સીતા તરીકે ગણવા લાગ્યા. આ સીરિયલમાં રાવણની પ્રખ્યાત ભૂમિકા અભિનેતા અરવિંદ ત્રિવેદીએ ભજવી હતી. આ પાત્ર ભજવીને તેઓેએ ખુબજ ખ્યાતિ મેળવી હતી.
રામાયણમાં રાવણ બનેલા અરવિંદ ત્રિવેદી ખુબ જ લોકપ્રિય
આજે પણ અરવિંદ ત્રિવેદી લોકોમાં ખૂબ જ લોકપ્રિય કલાકાર છે. લોકો જાણવા માગે છે કે, અંતે તેમનો મનપસંદ કલાકારની પરિસ્થિતિ અત્યારે કેવી છે. 'રામાયણ'માં લક્ષ્મણની ભૂમિકા ભજવનાર સુનીલ લહેરીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અરવિંદ ત્રિવેદીના કેટલાક ફોટા શેર કર્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ખરેખર, આ ફોટાઓમાં અરવિંદ ત્રિવેદીને ઓળખવા મુશ્કેલ બની રહ્યું છે. તે 82 વર્ષના છે. તે ફોટામાં હસી રહ્યા છે.
સુનિલ લહેરીએ રામાયણના રાવણ અરવિંદ ત્રિવેદીની તસવીર શેર કરી હતી. તસવીર- Twitter@LahriSunil
રામયાણના લક્ષ્મણે કરી રાવણની તસવરી ટ્વિટ
સુનીલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી આ તસવીરો શેર કરી છે, જેના કેપ્શનમાં લખ્યું છે, 'રામ ભક્ત રાવણ અરવિંદ ત્રિવેદી જીની નવીનતમ તસવીર. અમારા મિત્ર મયંક ભાઈ સાથે અરવિંદ ભાઈના ગામમાં ... 'સુનીલે આ ફોટા આજે (2 ઓક્ટોબરે) સવારે 8.16 વાગ્યે ટ્વિટર પર પોસ્ટ કર્યા, જેને 127 થી વધુ વખત રીટ્વીટ કરવામાં આવ્યું છે.
ફોટામાં અરવિંદ ત્રિવેદી સફેદ રંગના કુર્તા-પાયજામામાં જોવા મળી રહ્યા છે. તેમણે તેમના ગળામાં એક સાફી રહી છે. જેમાં દરેક જગ્યાએ રામ રામ લખેલું છે. સુનીલ ઘણીવાર સોશિયલ મીડિયા પર લોકોને સિરિયલ 'રામાયણ' સાથે જોડાયેલી રસપ્રદ વાતો કહેતો રહે છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર