‘રામાયણ’ પહેલા આ શૉમાં સાથે કામ કરી ચૂક્યા છે ‘લક્ષ્મણ અને સીતા’, જુઓ વીડિયો

‘સીતા’એ ઈન્સ્ટાગ્રામ પર ‘લક્ષ્મણ’ સાથેની એક તસવીર પોસ્ટ કરતાં થઈ જોરદાર વાયરલ

‘સીતા’એ ઈન્સ્ટાગ્રામ પર ‘લક્ષ્મણ’ સાથેની એક તસવીર પોસ્ટ કરતાં થઈ જોરદાર વાયરલ

 • Share this:
  મુંબઈઃ રામાનંદ સાગર (Ramanand Sagar)ની પૌરાણિક સીરિયલ રામાયણ (Ramayan) લગભગ ત્રણ દશક જૂની છે પરંતુ હાલના સમયમાં લોકોના દિલોમાં છવાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર આ શૉને લઈ જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, આ ક્રેઝ રામાયણ સાથે જોડાયેલા કલાકારો અને તેમના કિસ્સાઓને લઈને પણ છે. આ કડીમાં અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ રામાયણમાં માતા સીતાનો રોલ કરનારી અભિનેત્રી દીપિકી ચિખલિયા (Deepika Chikhalia) અને લક્ષ્મણનું પાત્ર નિભાવનારા અભિનેતા સુનીલ લહરી (Sunil Lahri) એક અન્ય શૉ વિશે. આ શૉ રામાયણથી પહેલા પ્રસારિત થયો હતો અને તેમાં દીપિકા અને સુનીલે સાથે કામ કર્યું હતું.

  મૂળે, દીપિકા ચિખલિયા અને સુનીલ લહરીની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં આ બંને એક્ટર્સ એકસાથે જોવા મળી રહ્યા છે. આ તસવીર દીપિકાએ જાતે જ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં શૅર કરી છે. આ તસવીરની સાથે તેમણે લખ્યું કે, ‘વિક્રમ બેતાલ...’ બીજી તરફ સુનીલ લહરીએ પણ સોશિયલ મીડિયા પર આ તસવીર શૅર કરી છે.


  ખૂબ ઓછા લોકો જાણે છે કે દીપિકા અને સુનીલે એક સાથે રામાનંદ સાગર દ્વારા નિર્મિત 1988માં પ્રસારિત થયેલા શૉ વિક્રમ બેતાલમાં સાથે કામ કર્યું હતું. આ બંને આ શૉના એક એપિસોડમાં બેતાલ દ્વારા કહેવામાં આવેલી વાર્તામાં નાયક-નાયિકા હતા. દીપિકા અને સુનીલે આ તસવીરના માધ્યમથી પોતાના જૂના દિવસો યાદ કર્યા છે. અહીં જુઓ એ એપિસોડનો વીડિયો જેમાં દીપિકા અને સુનીલ એક સાથે જોવા મળી રહ્યા છે. આ વીડિયોને UNYAKEENABLE નામની યૂ-ટ્યૂબ ચેનલ પર શૅર કરવામાં આવ્યો છે.


  નોંધનીય છે કે, ‘વિક્રમ બેતાલ’માં અભિનેતા અરુણ ગોવિલ પણ જોવા મળી ચૂક્યા છે. તેઓએ ‘રામાયણ’માં રામનું પાત્ર નિભાવ્યું હતું. રામાયણનું પુનઃ પ્રસારણ થયા બાદથી આ પૌરાણિક સીરિયલ સાથે જોડાયેલા તમામ કલાકારો જોરદાર ચર્ચામાં આવી ગયા છે. આ ઉપરાંત આ શૉ સાથે જોડોયલી રસપ્રદ વાતો પણ ખૂબ વાયરલ થઈ રહી છે.

  આ પણ વાંચો, રાત્રે 3 વાગ્યે ‘બોયફ્રેન્ડ’ના ઘરેથી પાછી જવા માંગતી હતી આલિયા ભટ્ટ, નશામાં ઝૂમતો આવ્યો બોડિયાર્ડ, અને પછી...

  આ પણ વાંચો, અમિતાભ બચ્ચનના રૂમમાં ઘસ્યું ચામાચીડિયું, આ રીતે કાઢ્યું બહાર, કહ્યું- કોરોના પીછો નથી છોડતો
  Published by:Mrunal Bhojak
  First published: