Lock Downમાં જૂનો દિવસો પાછા આવશે, રામાયણ અને મહાભારતની થશે વાપસી!

News18 Gujarati
Updated: March 26, 2020, 10:32 AM IST
Lock Downમાં જૂનો દિવસો પાછા આવશે, રામાયણ અને મહાભારતની થશે વાપસી!
રામાનંદ સાગર (Ramanand Sagar)ની રામાયણ (Ramayan) જ્યારથી દૂરદર્શન પર (Doordarshan) પર રી-ટેલિકાસ્ટ થઇ રહી છે. ત્યારથી તે નીત નવા રેકોર્ડ બનાવી રહી છે. સોશિયલ મીડિયા પર પણ રામાયણ સતત ચર્ચામાં રહે છે. રામાયણના એક્ટર્સ વિષે પણ હાલ ઇન્ટરનેટમાં બહુ સર્ચ કરવામાં આવી રહ્યું છે. અને તેમનાથી જોડાયેલી નાની મોટી દરેક વાતને લોકો રસથી વાંચે છે.

90ના દશકની બે ખૂબ જાણીતી ધારાવાહિકો રામાયણ અને મહાભારતને ફરી જોવા થઈ જાઓ તૈયાર

  • Share this:
મુંબઈઃ કોરોના વાયરસ (Coronavirus) ના વધતા ખતરાને જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ હાલમાં જ 21 દિવસ મોટ લૉકડાઉન જારે કરી દીધું છે. એવામાં લોકોને કોવિડ-19 થી સુરક્ષા માટે ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્ટિંગ (Social Distancing) ના આ દિવસોમાં લોકોને ટીવી અને ઇન્ટરનેઠનો જ સહારો છે. બીજી તરફ, આ બધાની વચ્ચે આપના માટે એક ખુશખબર આવી છે. આ લૉકડાઉન દરમિયાન જૂના દિવસોને ફરીથી જીવી શકશો. 90ના દશકના બે સૌથી મોટા ટીવી શો રામાયણ (Ramayana) અને મહાભારત (Mahabharat) દર્શકો માટે ફરીથી આવી રહ્યા છે.

એક સમયના ટીવીના બે સૌથી શોટા શો રહેલા રામાયણ અને મહાભારતને ફરીથી રિલીઝ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ વાતની પુષ્ટિ પણ થઈ ગઈ છે. આ સમાચાર 90ના દશકના બાળકો માટે પણ ખુશખબરથી ઓછી નથી. મૂળે, ગતા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર લોકો રામાનંદ સાગર દ્વારા નિર્મિત સીરીઝ અને બીઆર ચોપરા દ્વારા નિર્મિત મહાભારતને ફરીથી ટીવી પર પ્રસારિત કરવાની માંગ કરવામાં આવી રહી હતી.

ગત બુધવારે પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખરે કહ્યું કે, લોકોની માંગને જોતાં ડીડી નેશનલ પર આ ધારાવાહિકોના પ્રસારણ માટે તેના રાઇટ હોલ્ડરો સાથે વાત કરવામાં આવી રહી છે. ટાઇમ્સના એક રિપોર્ટનું માનીએ તો શશિ શેખરે આ વાતની પુષ્ટિ એક પત્રકારના ટ્વિટ પર જવાબ આપવા દરમિયાન કરી. નોંધનીય છે કે એક સમયે રામાયણ અને મહાભારતને લઈને લોકોમાં એવો ક્રેઝ હતો કે આ શોના મુખ્ય પાત્રો નિભાવનારા એક્ટર્સને જોઈને લોકો અગરબત્તી સળગાવી દેતા હતા. 78 એપિસોડવાળા રામાયણનું જ્યારે પ્રસારણ થતું હતું ત્યારે લોકો કામકાજ છોડીને ટીવી સામે ગોઠવાઈ જતા હતા. બીજી તરફ, જો આ શો ફરીથી રિલીઝ થાય છે તો લોકોને તે જૂના દિવસો ચોક્કસ યાદ આવી જશે.

આ પણ વાંચો, લૉકડાઉનની અસર દેખાવા લાગી, ઝડપથી નથી વધી રહી દર્દીઓની સંખ્યાઃ સરકારી સૂત્ર

પ્રસાર ભારતીના સીઈઓ શશિ શખરે હાલમાં જ એક ટ્વિટ પણ કર્યું છે જેમાં તેઓએ જણાવ્યું કે દૂરદર્શન પર રામાયણ અને મહાભારત પ્રસારિત કરવા માટે અધિકાર ધારકો સાથે વાતચીત કરવામાં આવી રહી છે. બીજી તરફ, સોશિયલ મીડિયા પર લોકો ચાણક્ય, વિક્રમ વેતાળ અને શક્તિમાન જેવા ધારાવાહિકને પણ રી-ટેલીકાસ્ટની માંગ પણ કરવા લાગ્યા છે.

આ પણ વાંચો, કોરોના સંકટ વચ્ચે SBIએ કરી મોટી જાહેરાત, ઘરે બેઠા હવે ફોન પર મળશે આ જરૂરી સુવિધાઓ
First published: March 26, 2020, 10:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading