સેલિબ્રિટી શેફ અને ટીવી પર્સનાલિટિ જગ્ગી જ્હોનનો મૃતદેહ મળી આવ્યો

જગ્ગી (ફાઇલ તસવીર)

જગી ટીવી પર પોતાનો કૂકરી શો જગીસ કૂકબૂક ચલાવતી હતી. આ ઉપરાંત તેણી બ્યૂટી અને પર્સનાલિટી શોઝમાં જજ તરીકે પણ કામ કરતી હતી.

 • Share this:
  થીરુવનંતપુરમ : જાણીતી ટીવી સેલેબ અને સેલિબ્રિટી શેફ જગી જ્હોન કેરળના પાટનગર થીરુવનંતપુરમ ખાતે આવેલા પોતાના ઘરે મૃત અવસ્થામાં મળી આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સોમવારે સાંજે તેણીનો મૃતદેહ તેના ઘર ખાતેથી મળી આવ્યો હતો. જગી અહીં તેની માતા સાથે રહેતી હતી.

  મિસ જ્હોનનો મૃતદેહ તેના ઘરના રસોડામાંથી મળ્યો હતો. થીરુવનંતપુરમના કુરવન્કોનમ વિસ્તાર ખાતે જગી જ્હોનનું ઘર આવેલું છે. જગીના એક મિત્રને સૌ પહેલા આ અંગેની જાણ થઈ હતી. જે બાદમાં તેણે ફોન કરીને પોલીસને બોલાવી હતી.

  પોલીસના કહેવા પ્રમાણે જગીના શરીર પર ઇજાના કોઈ જ નિશાન જોવા મળ્યા નથી. આથી મોતનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે જણાવ્યું કે, "અમે આ કેસમાં તપાસ કરી રહ્યા છીએ. આ મામલે પંચનામું તેમજ પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ જગીના મોતનું સાચું કારણ જાણી શકાશે."  જગી ટીવી પર પોતાનો કૂકરી શો જગીસ કૂકબૂક ચલાવતી હતી. આ ઉપરાંત તેણી બ્યૂટી અને પર્સનાલિટી શોઝમાં જજ તરીકે પણ કામ કરતી હતી.

  એટલું જ નહીં જગી સારી ગાયિકા અને પ્રેરણાત્મક વક્તા પણ હતી. આ ઉપરાંત જગી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ સક્રિય હતી. જગીએ રવિવારે અંતિમ પોસ્ટ લખી હતી. જેમાં તેણીએ લખ્યું હતું કે, "May the tears you cried in 2019 water the seeds you're planting for 2020."  આ રીતે મોતનો ખુલાસો થયો

  કોચી ખાતેના એક મિત્રએ જગીને તેના મોબાઇલ પર ફોન કર્યો હતો. જગીએ ફોન પર કોઈ જવાબ ન આપતા તેણે તેના અને જગીના એક કૉમન ડૉક્ટર મિત્રને આ અંગેની જાણ કરી હતી. ડૉક્ટર સોમવારે સાંજે જગીના ઘરે ગયો હતો. આ સમયે જગીનું ઘર અંદરથી બંધ હતું. જે બાદમાં આ મિત્રએ પોલીસને જાણ કરી હતી. પોલીસે બારીમાંથી અંદર જોયું તો જગી તેના રસોડામાં નીચે પડી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: