આ શું પારસ અને શહનાઝ કેમ શોધી રહ્યા છે લાઇફ પાર્ટનર?

News18 Gujarati
Updated: February 15, 2020, 3:19 PM IST
આ શું પારસ અને શહનાઝ કેમ શોધી રહ્યા છે લાઇફ પાર્ટનર?
શહેનાઝ અને પારસ

  • Share this:
બિગ બૉસ 13 (Bigg Boss 13) નું આજે ફિનાલ છે. બિગ બોસ 13ના વિનરની બધા રાહ જોઇ રહ્યા છે. પણ શોની આ જીત પહેલા શહનાજ ગિલ (Shehnaaz gill) અને પારસ છાબડા (Paras Chhabra) પોતાના લગ્નને લઇને વધુ એક્સાઇટેડ છે. બંને જણા લગ્નના કપડામાં છે. અને તો તમે વિચારી રહ્યા હોવ કે આ બંને લગ્ન કરી રહ્યા છે તો તમને સ્પષ્ટતા આપીએ કે તે બંને પોતાના માટે અલગ અલગ પાર્ટનર શોધી રહ્યા છે.

કલર્સ ટીવી શો મુજસે શાદી કરોગે (Mujhse Shaadi karoge) નો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યા છે. જે વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં પારસ શહનાઝને કહે છે કે મારા લગ્ન થવાના છે. તે વાત સાંભળીને શહનાઝ કહે છે શું વાત કરે છે મારા પણ લગ્ન થવાના છે.

શહનાઝની આ વાત સાંભળી પારસ ચોંકી જાય છે અને પુછે છે કે શું આપણા એક બીજા સાથે લગ્ન થઇ રહ્યા છે. તો શહનાઝ કહે છે ના તે પોત પોતાના માટે લગ્નના પાર્ટનર શોધશે. પછી બંને બધાને આ લગ્નમાં આવવા માટે ઇનવિટેશન આપે છે. આ શોનું નામ મુઝસે શાદી કરોગે છે. તે કલર્સ પર દેખાશે.સોશિયલ મીડિયા મુજબ, આ સ્વયંવરમાં તેમની સામે 6 દાવેદાર પણ નજરે આવશે. આ તમામ એક જ ઘરમાં રહેશે. આ શોને મનીષ પોલ હોસ્ટ કરશે. જે આ શોનું ઓડિશન રાઉન્ડ હોસ્ટ કરશે. ટીવી પર આવું સ્વયંવર પહેલા પણ થઇ ચૂક્યું છે. રાખી સાવંતથી લઇને રાહુલ મહાજન આ પ્રકારના સ્વયંવર કરાવી પોપ્યુલારિટી મેળવી ચૂક્યા છે.

ત્યારે બિગ બોસ 13માં શહનાઝ ગિલ અને પારસ છાબડા વિષે તેમ મનાય છે કે પારસ અમુક રકમ લઇને આ શોમાંથી જતા રહેશે તો શહનાઝ રનર અપ બનશે. અને તે પછી આ બંને આ શોમાં લોકોનું મનોરંજન કરતા નજરે પડશે. પારસ છાબડા જ્યાં ગુડ લૂકિંગ છે અને શહનાઝને શોની એન્ટરટેનર તરીકે જોવામાં આવે છે.
First published: February 15, 2020
વધુ વાંચો
अगली ख़बर