કપિલ શર્માના શો પર અરુણ ગોવિલનો ખુલાસો, 'Bold ફોટોશૂટ માટે આવતા હતા ફોન!'

રામાયણ

 • Share this:
  દૂરદર્શનની (Doordarshan) સુપરહિટ સીરિયલ 'રામાયણ' (Ramayan)ને પ્રસારિત થયાને 33 વર્ષ પૂર્ણ થયા. જલ્દી જ આ સીરિયલની સમગ્ર સ્ટાર કાસ્ટ કપિલ શર્માના કોમેડી શોમાં નજરે પડશે. તેવામાં રામાયણમાં શ્રી રામની ભૂમિકા ભજવનાર એક્ટર અરુણ ગોવિલ (Arun govil) જણાવ્યું કે એક સમય તેવો હતો જ્યારે અનેક મેગેઝિન તેમને બોલ્ડ ફોટોશૂટ કરવા (Sensuous photoshoot) કરવા માટે અપ્રોચ કરતા હતા.

  અરુણ ગોવિલ જણાવ્યું કે જ્યારે અમે રામાયણની શૂટિંગ કરી રહ્યા હતા તો મને અને શોની બીજી સ્ટાર કાસ્ટને અનેક મેગેઝિન તરફથી એપ્રોચ કરવામાં આવ્યા હતા. અને અમને મેગેઝિન માટે બોલ્ડ ફોટોશૂટ કરવાની વાત કહેવામાં આવતી હતી. તે લોકો એટલા બેતાબ હતા કે કોઇ પણ હાલતમાં ફોટોશૂટ કરવા ઇચ્છતા હતા.

  અને તે માટે અમને સારામાં સારી કિંમત આપવા તૈયાર હતા. જો કે અમારા માંથી કોઇ પણ સ્ટારે કદી પણ આવી ઓફર નહતી સ્વીકારી. કારણ કે અમને ખબર હતી કે અમારા દર્શકોને અમારામાં ખૂબ જ વિશ્વાસ હતો. અને કોઇ પણ પૈસાના બળે અમે તે વિશ્વાસ કદી તોડવા નહતા માંગતા.

  ઉલ્લેખનીય છે કે નિર્દેશક રામાનંદ સાગરની આ સીરિયલમાં એક્ટર અરુણ ગોવિલે શ્રીરામ, દીપિકા ચિખલિયાએ સીતા અને સુનીલ લહરીએ લક્ષણનું પાત્ર ભજવ્યું હતું. વધુમાં આ કપિલ શર્માના શો પર અરુણ ગોવિલે કોસ્ચ્યૂમ અંગે પણ કેટલીક રસપ્રદ વાતો જણાવી હતી. સીતાનું પાત્ર ભજવનાર દીપિકાએ જણાવ્યું કે અનેક વાર લોકો તેમને જોઇને પગે લાગતા હતા. અને તેમને ખરેખરમાં સીતા માં જેટલો આદર સત્કાર આપતા હતા.
  Published by:Chaitali Shukla
  First published: