નેહા કક્કડે જ્યારે ગરીબ બાળકોને આપી બે-બે હજાર રૂપિયાની નોટ!

News18 Gujarati
Updated: February 17, 2020, 4:34 PM IST
નેહા કક્કડે જ્યારે ગરીબ બાળકોને આપી બે-બે હજાર રૂપિયાની નોટ!
નેહા કક્કડ

  • Share this:
બોલિવૂડની જાણીતી અભિનેત્રી નેહા કક્કડ હાલ તેના લગ્નની ખબરોને લઇને સમાચારોમાં છે. પણ આ ખબરની વચ્ચે તેણે કંઇક તેવું કર્યું છે જેનાથી તેના ફેન્સ તેની પર ન્યોછાવર થઇ ગયા છે. ઇન્ડિયન આઇડલ 11ના સેટ પર નેહા કક્કડ અને આદિત્ય નારાયણના લગ્નની તસવીરો અને વીડિયો સામે આવ્યા હતા. જે પર આદિત્ય નારાયણે પહેલા જ સ્પષ્ટતા આપી હતી કે તે તમામ વસ્તુઓ ખાલી ટીઆરપી માટે કરવામાં આવી છે. આ શોમાં નેહા જજ તો આદિસ્ય શોના હોસ્ટની ભૂમિકામાં છે.

જો કે આ વાતોની વચ્ચે નેહા કક્કડનો એક બીજો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં નેહા મુંબઇના કોઇ રેસ્ટોરન્ટની બહાર ઊભી છે. તે ફેન્સ સાથે સેલ્ફી ખેંચાવે છે. અને તે વચ્ચે જ કેટલાક ગરીબ બાળકો તેમની પાસે પૈસા માંગે છે.
View this post on Instagram

#nehakishaadi ???

A post shared by Viral Bhayani (@viralbhayani) onઅને નેહા આ વસ્તુને જોઇને પોતાની જાતને રોકી નથી શકતી. તે પોતાના પર્સથી પૈસા નીકાળે છે. અને ગરીબ બાળકોને 2000 રૂપિયાની નોટ આપે છે. બે બાળકોને 2-2 હજારની નોટ આપી પૈસા એકબીજા સાથે બાંટી લેવાનું કહે છે. નેહાનો આ વીડિયો જાણીતા ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ શેયર કર્યો છે. જે પછી લોકો નેહાની દરિયાદિલી જોઇને તેમના ભરપેટ વખાણ કરે છે. જો કે આ વીડિયો પછી જ્યારે મીડિયા પર્સન તેની પાછળ આવીને તેના લગ્ન ક્યારે થશે તેવું પુછે છે તો નેહા જોર જોરથી હસવા લાગે છે. અને કોઇ પણ જવાબ આપ્યા વગર આગળ વધી જાય છે.
First published: February 17, 2020, 4:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading