શું 'રામાયણ' પછી હવે શક્તિમાન પણ પાછો ફરશે? મુકેશ ખન્નાએ આપ્યો સંકેત

શક્તિમાન

મુકેશ ખન્નાએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં આ રહસ્ય ખોલ્યું હતું.

 • Share this:
  21 દિવસનો લોકડાઉન આખા દેશમાં છે. દરેક વ્યક્તિ કોરોના વાયરસના પ્રકોપથી બચવા માટે ઘરમાં બંધ રહેવા મજબૂર છે. અને આજ કારણે લોકોના મનોરંજન માટે ફરી 80 અને 90ના દાયકાના ફેવરેટ શો ટીવી પર પાછા ફરી રહ્યા છે. અને લોકો તેની મોટા પ્રમાણમાં પસંદ પણ કરી રહ્યા છે. દૂરદર્શને હાલમાં જ તેના લોકપ્રિય ટીવી શો 'રામાયણ' અને મહાભારત પાછા લાવ્યા છે. સાથે જ વ્યોમકેશ બક્ષી અને સર્કસ જેવી ટેલિવિઝનની સીરિયલ પણ પાછી શરૂ કરવામાં આવશે તેવા સમાચાર આવ્યા છે, ત્યારે દૂરદર્શન પર સુપર હીરોની ફેમસ સીરિયલ શક્તિમાન પણ ફરી શરૂ થવા જઇ રહી છે તેવા સમાચાર આવ્યા છે. આ વિશે શક્તિમાનનો રોલ કરનાર મુકેશ ખન્ના (મુકેશ ખન્ના) એ મોટો સંકેત આપ્યો છે.

  શક્તિમાનનું પાત્ર ભજવનારા મુકેશ ખન્નાના લોકો આજે પણ એટલી જ મોટી સંખ્યામાં ફેન છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં મુકેશ ખન્નાએ આ અંગે મોટો ખુલાસો કરતા કહ્યું હતું કે "લોકોની ભારે માંગને કારણે અમે શક્તિમાનની સિક્વલ લાવવાનો નિર્ણય કર્યો છે. અમે છેલ્લાં ત્રણ વર્ષથી તેના પર કામ કરી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે અમે તેની સિક્વલ પર કામ કરી રહ્યા છીએ કારણ કે લોકો જાણવા માગે છે કે હવે આગળ શું?

  તેમણે કહ્યું કે લોકડાઉનને કારણે આ સિક્વલનું કામ અટકી ગયું છે. અભિનેતાએ કહ્યું કે હું જલ્દીથી લોકડાઉન સમાપ્ત થવાની રાહ જોઈ રહ્યો છું જેથી અમે કામ પર પાછા ફરી શકીએ, કારણ કે ચાહકોની માંગ છે. અને આજ યોગ્ય સમય છે. અગાઉ મુકેશે પણ સુપરહીરો શક્તિમાન પર એક ફિલ્મ બનાવવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી તેમણે કહ્યું હતું કે તે શક્તિમાન પર એક ફીચર ફિલ્મ બનાવવા માંગે છે.

  આપને જણાવી દઈએ કે શક્તિમાનની એક એનિમેટેડ શ્રેણી વર્ષ 2011 માં સોનિક ચેનલ પર પ્રસારિત કરવામાં આવી હતી. આ પછી 2013 માં “હમારા હીરો શક્તિમાન” નામની એક ટેલીફિલ્મ આવી, જેમાં મુકેશ ખન્નાએ શક્તિમાન અને ઉદય સચદેવે જુનિયર શક્તિમાનની ભૂમિકા ભજવી હતી. તે પોગો ચેનલ પર પ્રસારિત કરવામાં આવી હતી.
  Published by:Chaitali Shukla
  First published: