Home /News /entertainment /આ અભિનેત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન, 5 દિવસ પહેલા જ ઉજવ્યો હતો જન્મદિવસ

આ અભિનેત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન, 5 દિવસ પહેલા જ ઉજવ્યો હતો જન્મદિવસ

આ અભિનેત્રીનો 5 દિવસ પહેલા જન્મ દિવસ અને આજે મોત

Kalyani Kurale Jadhav Passes Away: કલ્યાણી માત્ર 32 વર્ષની હતી અને 'તુજ્યાત જીવ રંગલા' સહિતની અનેક મરાઠી સિરિયલોમાં તેના જોરદાર અભિનયથી તે ઘરો-ઘર ઓળખાણ બનાવી ગઈ હતી. કલ્યાણીએ થોડા દિવસ પહેલા 'પ્રેમાચી ભાકરી' નામની હોટલ શરૂ કરી હતી.

વધુ જુઓ ...
મુંબઈ: મરાઠી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ટીવી સીરિયલ 'તુજ્યાત જીવ રંગલા' ફેમ અભિનેત્રી કલ્યાણી કુરાલે જાધવનું (Kalyani Kurale Jadhav) માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોલ્હાપુર સાંગલી હાઇવે પાસે ડમ્પરની ટક્કરથી કલ્યાણીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ સમાચાર સામે આવતાની સાથે જ ચાહકો શોમાં ડૂબી ગયા છે અને સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, કલ્યાણી માત્ર 32 વર્ષની હતી અને તેણે 'તુજ્યાત જીવ રંગલા' સહિત અનેક સીરિયલ્સમાં પોતાના દમદાર અભિનયથી ઘરો-ઘરમાં નામ કમાવવામાં સફળતા મેળવી હતી. કલ્યાણીએ થોડા દિવસ પહેલા 'પ્રેમાચી ભાકરી' નામની હોટલ શરૂ કરી હતી. અહેવાલો અનુસાર, કલ્યાણી હોટલ બંધ કરીને બહાર આવી રહી હતી, તે જ સમયે એક ડમ્પરે તેને ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

તાજેતરમાં જન્મદિવસ ઉજવ્યો

સમાચાર સામે આવતા જ મરાઠી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તમને જણાવી દઈએ કે, કલ્યાણીએ એક અઠવાડિયા પહેલા જ તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે બ્રેડને થપથપાવતી જોવા મળી હતી.

વીડિયો શેર કરતી વખતે કલ્યાણીએ કહ્યું હતું કે, 'મેં મારો જન્મદિવસ લોકોને પ્રેમની રોટી ખવડાવવામાં વિતાવ્યો. હું ખૂબ જ ખુશ હતી કે, હું મારા જન્મદિવસની ઉજવણી કરવા માટે બહાર ન ગઈ કે પાર્ટી નહોતી કરી. મેં મારા જન્મદિવસ પર લોકોને પ્રેમની રોટલી ખવડાવી. દરેક જન્મદિવસે આવું જ બને..'

તમને જણાવી દઈએ કે, ઝી મરાઠી પર સિરિયલ 'તુજ્યાત જીવ રંગલા' હિટ રહી હતી. દર્શકોને આ સિરિયલ ખૂબ જ પસંદ આવી હતી. સિરિયલમાં રાણા-અંજલિની જોડી લોકપ્રિય બની હતી, પરંતુ તેમની સાથે સિરિયલના અન્ય કલાકારો પણ લોકપ્રિય થયા હતા.
First published:

Tags: Tv actress, મોત