Lockdown: એક્ટર મનમિત ગ્રેવાલે કરી આત્મહત્યા, 'લટકેલી લાશ ઉતારવા પણ કોઈએ તેની પત્નીની મદદ ન કરી'

News18 Gujarati
Updated: May 16, 2020, 10:20 PM IST
Lockdown: એક્ટર મનમિત ગ્રેવાલે કરી આત્મહત્યા, 'લટકેલી લાશ ઉતારવા પણ કોઈએ તેની પત્નીની મદદ ન કરી'
એક્ટર મનમિત ગ્રેવાલ

મનમિતની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે, તેણે ઘરનું ભાડુ આપવું પણ મુશ્કેલ પડી રહ્યું હતું.

  • Share this:
મુંબઈ : સબ ટીવી શો 'આદતથી મજબૂર' (Adat Se Majboor)માં જોવા મળી ચુકેલા એક્ટર મનમીત ગ્રેવાલે શુક્રવારે આત્મહત્યા કરી લીધી છે. 32 વર્ષિય મનમિતે શક્રવારે રાત્રે ગળે ફાંસી લગાવી લીધી. તે પોતાની પત્ની સાથે મુંબઈ પાસે નવી મુંબઈના ખારધરમાં રહેતા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, મનમિત દેશમાં ચાલી રહેલા લોકડાઉનના કારણે પરેશાન હતા. લોકડાઉનના કારણે તેમની કમાણી બિલકુલ રોકાઈ ગઈ હતી, અને આ ચિંતાને લઈ તે ડિપ્રેશનમાં ચાલી ગયા હતા.

સામે આવી રહેલા રિપોર્ટ અનુસાર, મનમિત પહેલાથી જ આર્થિક પરેશાની સહન કરી રહ્યા હતા. એવામાં લોકડાઉન દરમિયાન તેમની આ સમસ્યા વધી ગઈ હતી. આ દરમિયાન મનમિતને મળતા નાના-મોટા કામ અને પ્રોજેક્ટ ઠપ થઈ ગયા. એવામાં મનમિતની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે, તેણે ઘરનું ભાડુ આપવું પણ મુશ્કેલ પડી રહ્યું હતું.

એબીપી ન્યૂઝે મનમિતના એક નજીકના મિત્ર મનજીત સિંહ રાજપૂતના હવાલે કહ્યું કે, મનમિત માટે આ લોકડાઉન ખૂબ પરેશાની બનીને આવ્યું હતું. મનજીતે જણાવ્યું કે મનમિત છેલ્લા કેટલાક દિવસથી આર્થિક તંગીથી પરેશાન હતો. તેણે પર્સનલ અને પ્રોફેશનલ કામ માટે લાખો રૂપિયા ઉધાર લીધા હતા. લોકડાઉનના કારણે કામ બંધ થઈ જવાના કારણે તેને કોઈ કમાણી થઈ રહી ન હતી અને ઉધાર લીધેલા પૈસા ચૂકવી શકતો ન હતો. જેથી પરેશાન થઈ તેણે આ પગલું ભર્યું છે.


મનમિતના મિત્રએ જણાવ્યું કે, 'કેવી રીતે કોરોનાના કારણે લોકોએ મનમિતના શરીરને હાથ લગાવવામાં પણ મદદ ન કરી'. તેણે એબીપી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, 'પત્નીએ જ્યારે પતિની લાસને લટકતી જોઈ તો તેણે લોકોની પાસે મદદ માંગી , કોરોના વાયરસના કારણે લોકો પાસે આવતા પણ ડરી રહ્યા હતા. થોડા સમય બાદ ડોક્ટર અને પોલીસ પણ ત્યાં પહોંચી, પરંતુ તેમણે પણ કોઈ મદદ ન કરી. લગભગ એક કલાક બાદ બિલ્ડીંગના ગાર્ડે મનમિતના ગળે લાગેલો દુપટ્ટો કાપ્યો અને ત્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં પહોંચતા જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો.'
First published: May 16, 2020, 9:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading