દાદા સાહેબ ફાળકે વિવાદ પર પહેલીવાર બોલી માહિરા શર્મા, નકલી સર્ટિફિકેટનો હતો આરોપ

News18 Gujarati
Updated: February 25, 2020, 10:58 AM IST
દાદા સાહેબ ફાળકે વિવાદ પર પહેલીવાર બોલી માહિરા શર્મા, નકલી સર્ટિફિકેટનો હતો આરોપ
માહિરા શર્મા

"મારા વિરુદ્ધ લાગેલા તમામ આરોપ ખોટા અને પોકળ છે." : માહિરા શર્મા

  • Share this:
મુંબઇમાં હાલમાં દાદા સાહેબ ફાળકે એવોર્ડ્સ 2020 (Dadasaheb Phalke Awards2020)નું આયોજન થયું હતું. જેમાં બોલિવૂડ અને ટીવી જગતની જાણીતી હસ્તીઓને સન્માનિત કરવામાં આવી હતી. આ એવોર્ડ ઇવેન્ટ પછી બિગ બોસ 13ની (Bigg Boss 13) એક્સ કંટેસ્ટેંટની મુશ્કેલીઓ વધી છે. દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની અધિકારિક ટીમે માહિરા શર્મા (Mahira Sharma) પર નકલી સર્ટિફિકેટ બનાવાનો આરોપ લગાવ્યો છે. ટીમના ઓફિશ્યલ ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટે એક લીગલ નોટિસ મોકલીને આ અંગે માહિરાને જાણકારી આપી છે. જો કે હવે માહિરાએ આ પર સફાઇ આપી છે.

માહિરા શર્માએ આ પર નિવેદન આપતા પોતાના ઓફિશ્યલ સ્ટેંટમેન્ટમાં કહ્યું છે કે "હું માહિરા શર્મા, તમને જણાવવા માંગુ છું કે મારા વિરુદ્ધ લાગેલા તમામ આરોપ ખોટા અને પોકળ છે. તેમાં કોઇ સત્ય નથી" તેણે કહ્યું કે તેની પર લાગેલા આરોપાના કારણે તે દુખી થઇ છે. આ સિવાય તેની મેનેજરને દાદા સાહેબ ફાળકે એવોર્ડ ટીમથી જોડાયેલા પર્પલ ફોક્સ મીડિયાથી કોલ આવ્યો છે. તેમણે જણાવ્યું કે આ પ્રતિષ્ઠિત એવોર્ડમાં બિગ બોસ 13ના સૌથી ફેશનેબલ કંટેસ્ટેંટનો એવોર્ડ મળવાનો છે.


માહિરાએ આગળ જણાવ્યું કે આ ઇવેન્ટમાં તેમને એવોર્ડ પણ આપવાનો હતો પણ વધુ રશના કારણે તેમને સ્ટેજ પર નહતી બોલવવામાં આવી. માહિરાની પોસ્ટમાં જણાવ્યું કે તેમની ટીમે આ એવોર્ડ પ્રેમલ મહેતા અને યશ નાયકને હેન્ડઓવર કર્યો હતો. અને આ મામલે માહિરાએ દાદાસાહેબ ફાળકે ટીમથી ક્લીન ચિટ માંગી છે.


ઉલ્લેખનીય છે કે દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની અધિકૃત ટીમે રવિવારે એક સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું હતું કે કોઇ પણ ટીમ મેમ્બરે માહિરાને આ સર્ટિફિકેટ નથી આપ્યું. અને તે નકલી સર્ટિફિકેટ બનાવીને પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે તે પણ સસ્તી પબ્લિસિટી મેળવવા માટે. સાથે જ તેમણે આ પર સાર્વજનિક રીતે માફી માંગવાનું કહ્યું હતું અને આગળથી આવી ખોટી એક્ટિવિટી ન કરવા નહીં તો કાનૂની કાર્યવાહી માટે તૈયાર રહેવાની વાત કરી હતી.
First published: February 25, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading