મહાભારતમાં દુર્યોધન બની પુનીત ઇસ્સરને મળી 'નફરત', મહિલાએ ન આપ્યું ભોજન

News18 Gujarati
Updated: April 15, 2020, 6:46 PM IST
મહાભારતમાં દુર્યોધન બની પુનીત ઇસ્સરને મળી 'નફરત', મહિલાએ ન આપ્યું ભોજન
પુનીત ઇસ્સાર

આ વાતનો ખુલાસો એક્ટર પુનીતે પોતે જ એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો.

  • Share this:
વર્ષો પહેલા નિર્દેશક બી.આર.ચોપડાએ મહાભારત બનાવીને લોકોના મનમાં ખાસ જગ્યા બનાવી હતી. આજે પણ લોકો આ સીરિયલને નથી ભૂલ્યા. વળી કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે મહાભારત અને રામાયણ જેવી સીરિયલોને દૂરદર્શન પર ફરીથી પ્રસારિત કરવામાં આવી રહી છે. કોરોના વાયરસના કારણે ફરી એક વાર આ સીરિયલને તેની ખ્યાતિ મળી છે. અનેક લોકો પરિવાર સાથે બેસીને તેને જોઇ રહ્યા છે. સાથે સોશિયલ મીડિયા પર પણ તેના પ્રતિભાવ મળી રહ્યા છે.

વાત ભલે રામાયણમાં રામનું પાત્ર ભજવનાર એક્ટર અરુણ ગોવિલની હોય કે પછી મહાભારતના કૃષ્ણ કે ભીષ્મ પિતામહની. આ તમામ પાત્રો અને તેમના એક્ટર ફરી એક વાર સમાચારોમાં છવાઇ ગયા છે. પણ મહાભારતે એક એક્ટરનું ખૂબ નુક્શાન કર્યું છે. અને તે એક્ટરનું નામ છે મહાભારતનો દુર્યોધન એટલે કે પુનીત ઇસ્સાર.
View this post on Instagram

#RaavanKiRamayan #DeraBeas #7thDec #40,000Audience

A post shared by Puneet Issar (@impuneetissar) onપુનીતની એક્ટિંગ એટલે સરસ હતી કે લોકો તેને દુર્યોધન જ માનવા લાગ્યા હતા. તેમની બોલવાની રીત, તેમનો ગુસ્સો આ બધા અંદાજ અને તેમના શરીરની કદ કાઠી તેમની રીલના દુર્યોધન બનાવી ચૂકી હતી. પણ આજ કારણે તેમને રિયલ લાઇફમાં ખૂબ જ મુશ્કેલીઓ થતી હતી. લોકો દુર્યોધનના પાત્રને નફરતની નજરે જોતા હતા. અને આ વાતનો ખુલાસો ખુદ પુનીતે એક વાર કર્યો.
View this post on Instagram

#Puneet #Jarasandh

A post shared by Puneet Issar (@impuneetissar) onજ્યારે શૂટિંગ દરમિયાન એક મહિલાએ તેમને કહ્યું કે તે પાંડવોને તેમના હિસ્સો આપી દે. વળી એક વાર તો તેમને ખાવા પર બોલાઇને એક વ્યક્તિએ તેમના દુર્યોધન હોવાના કારણે તેમને ખાવું ના પીરસ્યું. તે એકવાર એક ઉદ્યોગપતિના ઘરે અર્જૂન અને રુપા ગાંગુલી સાથે ગયા હતા. પણ ત્યાં તેમને ભોજન ન આપવામાં આવ્યું કારણ કે ભોજન પરીસનાર મહિલાનું માનવું હતું કે તેણે પાંડવો સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે.
First published: April 15, 2020, 6:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading