Maha Shivratri : ભગવાન શિવના પાત્રમાં આ એક્ટર્સ થયા લોકપ્રિય

News18 Gujarati
Updated: February 21, 2020, 10:05 AM IST
Maha Shivratri : ભગવાન શિવના પાત્રમાં આ એક્ટર્સ થયા લોકપ્રિય
શિવનો રોલ ભજવનાર પાત્ર

ભગવાન શિવનો રોલ ભજવીને ખૂબ જ પ્રસિદ્ધી મેળવનાર એક્ટર છે મોહિત રૈના.

  • Share this:
21 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી (Maha Shivratri)ની ભવ્ય ઉજવણી થાય છે. દેશભરના મંદિરમાં શિવલિંગની પૂજા કરવામાં આવે છે. ત્યારે આ ખાસ અવસર પર ટીવી સીરિયલોમાં ભગવાન શિવનો અભિનય કરીને લોકપ્રિય થનાર એક્ટર્સ વિષે આજે અમે તમને જણાવીશું. જ્યારે વાત ટીવીની આવે છે તો ધાર્મિક શોની સારી એવી ફેન ફોલોઇંગ હોય છે. આજ કારણ છે કે મેકર્સે અલગ અલગ સમય કાળમાં ભગવાન શિવ (Lord Shiva)ના કાર્યક્રમો બતાવ્યા છે. આ પાત્ર ભજવીને ઇન્ડસ્ટ્રીના અનેક એક્ટર્સ ઘર-ઘરમાં જાણીતો ચહેરો બની ગયા.

90ના દાયકોમાં દૂરદર્શનના ગોલ્ડ કાળમાં રામાયણ અને મહાભારત જેવી અને સીરિયલો આખા ઘરને ટીવી સામે બેસાડી દેતી હતી. ત્યારે પણ હર હર મહાદેવ કરીને એક સીરિયલ આવતી હતી. 1974માં સૌથી વધુ ટીઆરપી મેળવનાર શોમાં ભગવાન શિવનો રોલ જાણીતા અભિનેતા દારા સિંહ કર્યો હતો. આ શો દ્વારા દારા સિંગ ઘર ઘરમાં શિવના રોલમાં પ્રસિદ્ઘ થયા. આ સિવાય અભિનેતા સંતોષ શુક્લાએ પણ શિવનો રોલ ભજવીને પ્રસિદ્ઘ મેળવી હતી. તેમણે 'જય જય શિવ શંકર' માં શિવનો રોલ ભજવ્યો હતો. જે પણ એક સયમે લોકોનો ફેવરેટ શો બની ગયો હતો. અને તેમણે સંતોષ શુક્લાની લોકપ્રિયતા વધારી હતી.

શિવનું પાત્ર ભજવનાર એક્ટર્સ


અન્ય એક્ટર્સની વાત કરીએ તો 90ના સમયમાં ટીવી શો ઓમ નમ: શિવાય આવતો હતો. જેમાં ધાર્મિક શોમાં ભગવાન શિવ બન્યા હતા અભિનેતા સમય જય સિંહ. તેના આ પાત્રને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. સમર સિંહનો આ ટીવી શો જબરદસ્ત ટીઆરપીના કારણે અનેક વર્ષો સુધી ચાલતો રહ્યો. ભગવાન શિવના પાત્રમાં રામ તરીકે ભૂમિકા ભજવી લોકપ્રિય થયેલા અરુણ ગોવિલને પણ ભૂલી ન શકાય તેમણે શિવ મહિમામાં પોતાના રોલની લોકોનું મન જીતી લીધું.

શિવનું પાત્ર ભજવનાર એકટર્સ


જો કે તે પછી જો કોઇએ ભગવાન શિવનો રોલ ભજવીને ખૂબ જ પ્રસિદ્ધી મેળવી હોય તો તે છે અભિનેતા મોહિત રૈના. મોહિત 'દેવો કે દેવ મહાદેવ' માં ભગવાન શિવનું પાત્ર ભજવ્યું હતું. ભગવાન શિવના આ રોલને એટલું પસંદ કરવામાં આવ્યું કે આ શોએ ટીઆરપીના તમામ રેકોર્ડ્સ તોડી દીધા. મોહિત સિવાય અભિનેતા સૌરભ રાજ જૈન પણ ટીવી શો મહાકાલીમાં શિવનું પાત્ર ભજવી ચૂક્યા છે. તેમના આ પાત્રને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. સૌરભ શિવ આ પહેલા શ્રીકૃષ્ણનું પાત્ર પણ ભજવી ચૂક્યા છે. અને તેમાં પણ તે ખૂબ જ લોકપ્રિયતા મેળવી ચૂક્યા છે. અભિનેતા હિમાંશુ સોની, રોહિત બખ્શી, તરુણ ખન્ના, મુકેશ સોલંકી અને કુશલ પંજાબી સમેત અનેક અભિનેતાએ ભગવાન શિવનો રોલ અત્યાર સુધીમાં નિભાવ્યો છે.
First published: February 21, 2020
વધુ વાંચો
अगली ख़बर