Bigg Boss 13 : સિદ્ધાર્થે આરતી પર એવી કૉમેન્ટ કરી કે ભાઇ કૃષ્ણાએ કહ્યું 'હું આવું છું!'

News18 Gujarati
Updated: October 21, 2019, 11:29 AM IST
Bigg Boss 13 : સિદ્ધાર્થે આરતી પર એવી કૉમેન્ટ કરી કે ભાઇ કૃષ્ણાએ કહ્યું 'હું આવું છું!'
કિષ્ણા બહેન આરતી સાથે

  • Share this:
બિગ બૉસ (Bigg Boss 13)ના ઘરમાં ઝગડા અને વિવાદ ન થાય તે નવાઇ! પણ આ તમામની વચ્ચે કૉન્ટેસ્ટેંટ સિદ્ધાર્થ ડેએ (Sidharth Dey) એ એક ટાસ્ક દરમિયાન આરતી સિંહ (Arti Singh) પર એવી કમેન્ટ કરી કે તેનાથી ખાલી ઘરની અંદર જ નહીં પણ ઘરની બહાર પણ વિવાદ થઇ ગયો. સિદ્ધાર્થ ડેએ આરતી સિંહ પર તેવી અભદ્ર કૉમેન્ટ કરી કે આરતી ગુસ્સામાં લાલચોળ થઇ ગઇ. એટલું જ નહીં આરતીનો ભાઇ અને કૉમેડિયન કૃષ્ણા અભિષેક પણ આ વિવાદથી ખૂબ જ ગુસ્સે છે. અને તે આ મામલે સિદ્ધાર્થ ડેથી સફાઇ માંગવા માંગે છે.

સ્પોર્ટબૉયની ખબર મુજબ કૃષ્ણા અભિષેકે કહ્યું કે હું ખૂબ જ હેરાન છું કે સિદ્ધાર્થ ડે આવું પણ બોલી શકે છે. તે મારા પૂરા પરિવારને સારી રીતે જાણે છે. એક મહિલા સાથે તમે આવો વ્યવહાર કેવી રીતે કરી શકો. કૃષ્ણાએ વધુમાં કહ્યું કે સિદ્ધાર્થ ના આ વ્યવહારથી તેના ફેન્સ પણ ખૂબ જ નારાજ છે. અને તેને ઘરની બહાર જવા માટે ગાળો આપે છે. વધુમાં કૃષ્ણાએ કહ્યું કે હું આ શોમાં આવવા માંગુ છું અને સલમાન ખાનની સામે સિદ્ધાર્થને આ અંગે પુછવા માંગુ છું કે તેણે આમ કેમ કર્યું?





વાત જાણે કે એમ બની કે બિગ બૉસમાં હાલ એક નોમિનેશન ટાસ્ક કરવામાં આવ્યું. જેમાં ખાલી છોકરાઓને જ નોમિનેટ કરવામાં આવ્યા હતા. અને તેમણે એક બીજાના હાથ પકડ્યા હતા. અને ઘરની યુવતીઓને તેમના હાથ છોડાવાના હતા. તે દરમિયાન આરતીએ સિદ્ધાર્થ ડેના હાથ પર શેવિંગ ક્રીમ, મરચું જેવી વસ્તુઓ લગાવી હતી. આ દરમિયાન સિદ્ધાર્થે ગુસ્સામાં આરતી પર ભદ્દી કૉમેન્ટ કરી હતી. જેનાથી આરતી ખૂબ જ ભાવુક થઇ ગઇ હતી. અને તે રડી પડી હતી. જો કે આ ભાગને ટીવી પર ટેલિકાસ્ટ નહતો કરવામાં આવ્યો.

 
First published: October 21, 2019
વધુ વાંચો
अगली ख़बर