માએ ફુગ્ગા વેચ્યા અને દીકરો સની હિન્દુસ્તાની અવાજના દમ પર બન્યો Indian Idol વિજેતા

News18 Gujarati
Updated: February 24, 2020, 10:12 AM IST
માએ ફુગ્ગા વેચ્યા અને દીકરો સની હિન્દુસ્તાની અવાજના દમ પર બન્યો Indian Idol વિજેતા
સની હિંદુસ્તાની

સના હિંદુસ્તાની પંજાબના વતની છે.

  • Share this:
ટીવી પર આવનારા રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 11 (Indian Idol 11)નો ખિતાબ (Indian Idol 11 Winner) સની હિંદુસ્તાનીને પોતાના નામે કર્યો છે. ઇન્ડિયન આઇડલે અત્યાાર સુધીમાં અનેક જાણીતા સિંગર્સ શોધી તેમને યોગ્ય પ્લેટફોર્મ આપ્યું છે. ત્યારે આ વખતે પણ ઇન્ડિયન આઇડલ 11એ આવા જ એક આર્ટીસ્ટને વીનર બનાવ્યો છે. જીત પછી સનીએ 25 લાખ રૂપિયાનો ચેક, ટ્રોફી અને ટાટા અલ્ટ્રોઝ કાર આપવામાં આવી છે. સાથે જ તે આગામી ફિલ્મમાં ગીત ગાવાની તક પણ આપવામાં આવી છે. સની હિંદુસ્તાને પોતાની અદ્ધભૂત અવાજના કારણે આ પદ મેળ્યું છે. પણ તે પોતાના એ દિવસોને પણ નથી ભૂલ્યા જે તેમણે ઇન્ડિયન આઇડલ 11માં આવ્યા પહેલા વ્યતિત કર્યા હતા.

સના હિંદુસ્તાની (Sunny Hindustani) પંજાબના વતની છે. આ શોમાં આવ્યા પહેલા સની રસ્તા પર જૂતા પોલિશ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. અને તેમની માતા ફુગ્ગા વહેંચવાનું કામ કરતા હતા. સનીએ જણાવ્યું કે ધણીવાર તેમના ઘરની સ્થિતિ તેવી થઇ જતી કે તેમની માં બીજાના ઘરથી ભાત ઉધાર લાવતી. તેમણે પોતે નાનપણથી જીવનના અનેક ઉતાર ચઢાવ દેખ્યા છે.


ગરીબીથી ભરેલા તેમના જીવન જ્યાં બે ટંકના ખાવાના પણ ફાંફા હતા ત્યારે આજે તેમના અવાજના તેમને આટલી પ્રસિદ્ધી અપાવી છે. સનીની અવાજ સાંભળીને હાજર તમામ જજ પણ હેરાન થઇ જતા હતા કેમ કે તેમણે શાસ્ત્રીય સંગીતની કોઇ પણ પ્રકારની તાલીમ નથી લીધી. તેમ છતાં આટલા સૂરલા અવાજના તે માલિક છએ. તેમના ગીતો સાંભળીને તમને નુસરત ફતેહ અલી ખાનની યાદ આવી જસે. સનીને નાનપણથી ગીતો ગાવાનો શોખ હતો. તેમણે ગીતો સાંભળીને સંગીત શીખ્યું છે.

અને આજે અનેક શાસ્ત્રીય સંગીતના જાણકારોને પાછળ મૂકીને પોતાની મહેનત અને અવાજના દમે તે ઇન્ડિયન આઇડલમાં જીત મેળવવામાં સફળ રહ્યા છે.સનીએ એક એપિસોડ દરમિયાન કહ્યું હતું કે તે નુસરત અલી ખાનના ફેન છે. 'વો હટા રહે હૈ પરદા' નામનું ગીત સનીએ એક દરગાહ પર સાંભળ્યું હતું. અને આ ગીત સાંભળીને તે રોવા લાગ્યા હતા. અને બસ ત્યારથી તેને ગાયકીનો આ શોખ લાગ્યો હતો.
સની નુસરત ફતેહ અલી ખાનના મોટા ફેન છે. તમને જણાવી દઇએ કે સની આ શોના વિનર બન્યા તે પહેલા જ કંગના રનૌતની ફિલ્મ પંગામાં પોતાનો સુંદર અવાજ આપી ચૂક્યા છે. સનીએ શંકર મહાદેવન સાથે ગાયેલા આ ગીતમાં જાવેદ અખ્તરના બોલ છે.
First published: February 24, 2020
વધુ વાંચો
अगली ख़बर