નવી દિલ્હી. ટીવી સિરિયલ FIRની હરિયાણવી પોલીસ ઓફિસર ચંદ્રમુખી ચૌટાલા (Chandramukhi Chautala) ઉર્ફ કવિતા કૌશિક (Kavita Kaushik) સોશ્યલ મીડિયા (Social Media) પર ખુબ એક્ટિવ રહે છે. તાજેતરમાં ટ્રોલર્સને તેણે પાઠ ભણાવ્યો છે. કવિતા કૌશિક ગત દિવસોમાં બિગ બોસ 14 (Bigg Boss 14)માં પણ દેખાઈ હતી. જેમાં પોતાના અંદાજથી તેણે દર્શકોના દિલ પર રાજ કર્યું.
કવિતા કૌશિકે તેના ટ્વીટર હેન્ડલ પર કેટલાક સ્ક્રીન શોટ્સ શેર કર્યા છે. જેમાં તેણે કેપ્શન લખ્યું છે કે, તેમને બહાર બોલાવો! તેમને બેનકાબ કરો! ત્યારે કવિતાના એક પ્રશંસકે કમેન્ટ કરતાં લખ્યું કે કવિતાજી તેને માફ કરી દો, તે સ્કુલનું બાળક લાગે છે.
કવિતાએ એકતા કપૂરના શો કુટુંબથી પોતાની ટીવી કારકિર્દીની શરૂઆત કરી હતી. (Twitter @KavitaKaushik)
કવિતાએ આ કમેન્ટનો જવાબ આપતાં લખ્યું કે, 'આજે મેં તેને જવા દીધો તો કાલે તે નાની બાળકીને ગાળો બોલશે. આગામી સમયમાં આસપારની છોકરીઓ માટે ખતરો બની જશે. આજે તે નહીં ડરે તો કાલે તે મોટું પગલું ભરશે.' એટલું જ નહીં કવિતાએ પોલીસને ટ્વીટ કર્યું છે અને કહ્યું કે, '@PanchalNandita સોશ્યલ મીડિયાની સ્વતંત્રતાનો દુરુપયોગ કરી રહ્યું છે. તેના પર કાર્યવાહી કરો.'
સબ ટીવીના શો FIRથી ચર્ચિત થઈ હતી એક્ટ્રેસ કવિતા કૌશિક (Twitter @KavitaKaushik)
ઉલ્લેખનીય છે કે, કવિતા કૌશિક ટીવી શો FIRથી દરેક ઘરમાં પ્રસિદ્ધ બની છે. તો તાજેતરમાં બિગ બોસ 14માં એજાઝ ખાન અંગે નિવેદન આપીને ચર્ચામાં આવી હતી. તેણે 2017માં રોની બિશ્વાસ સાથે લગ્ન કર્યા હતા. તેણે શો 'કુટુંબ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જે બાદ તેણે કહાની ઘર ઘર કી, કુસુમ, પિયા કા ઘર, તુમ્હારી દિશા, અને CIDમાં કામ કર્યું હતું.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર