'રામનવમી' પર ટ્વિટ કરતા કવિતા કૌશિક-પાયલ રોહતગી વચ્ચે થઇ જોરદાર કેટ ફાઇટ

પાયલ અને કવિતા

"ટીવીની કોઇ અભિનેત્રી છે, જેની પાસે કોઇ કામ નથી અને તે પરેશાન છે. જે FIR સિરીયલમાં બિચારી આવતી હતી. નામ શું છે તેનું?": પાયલ

 • Share this:
  ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિકે (Kavita Kaushik) રામનવમી પર એક ટ્વિટ કરી છે. જેના કારણે તે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે. હવે વાત એટલી વધી ગઇ છે કે લોકો કોરોના સંકડની વચ્ચે ધર્મ અને જાતિના નામ પર ભાગ પાડવાના રાજકારણનો મુદ્દા બનાવવા લાગ્યા છે. જો કે કવિતાની સામે હવે અભિનેત્રી પાયલ રોહતગી પણ પડી છે. અને સોશિયલ મીડિયા પર તેમની કેટ ફાઇટ જોરદાર ચાલી રહી છે.

  રામ નવમી પર ટ્વિટ
  વાત એવી છે કે હાલમાં જ કવિતાએ રામનવમી પર એક ટ્વિટ કર્યું હતું. કવિતા લખ્યું કે "રામ નવમી પર કવિતાની કવિતા, રામચંદ્ર કેહ ગયે સિયા સે એસા કલયુગ આયેગા, રાક્ષસ તોડતે હુએ સારી મર્યાદા ખુદ કો રામ ભક્ત બતલાયેગા" આ પહેલા કવિતાએ રામાયણને લઇને પણ ટ્વિટ કર્યું હતું. કવિતા ટ્વિટમાં કહ્યું કે - "પોતે તો પાર્લામેન્ટમાં બેસીને ફોન પર પોર્ન દેખે છે. અને અમને રામાયણ દેખવાનું કહે છે" જો કે આ બે ટ્વિટ પછી યુઝર્સે તેમની આલોચના કરવાની શરૂ કરી દીધી અને તેના પાયલ પણ જોઇએ.


  પાયલે શું કહ્યું?
  પાયલ રોહતગી કવિતાની આ ટ્વિટ પર કવિતાનું નામ લીધા વગર કહ્યું કે "ટીવીની કોઇ અભિનેત્રી છે, જેની પાસે કોઇ કામ નથી અને તે પરેશાન છે. જે FIR સિરીયલમાં બિચારી આવતી હતી. નામ શું છે તેનું?"  પાયલની આ ટ્વિટ પછી કવિતાએ તરત જવાબ આપ્યો તેણે કહ્યું "પાયલ મારું નામ લે. આ બ્રાન્ડ એટલી સ્ટ્રોંગ બનાવી છે મેં કે મારું નામ લીધા વગર પણ લોકો મને ઓળખે છે, પણ તારા વિષે શું કહું. ના તું સારી અભિનેત્રી છે ના જ સારી માણસ. તમારી તો ખાલી નફરત જ શીખી સકાય." જો કે આ પર પાયલ કવિતાને સની લિયોનીની જેમ ફિલ્મો કરવાની સલાહ આપી દીધી.
  Published by:Chaitali Shukla
  First published: