કેટરીના કૈફે સલમાન ખાન પર લગાવ્યો એવો આરોપ, કે ભાઈજાને કબૂલ કરી પોતાની ભૂલ

સલમાન ખાન અને કટરીના કૈફ

કેટરિના કૈફ (Katrina Kaif) અને સલમાન ખાન (Salman Khan) વર્ષોથી સારા મિત્રો છે. કેટરીનાને બોલિવૂડમાં ફેમસ કરવામાં ભાઈજાનનો પણ મોટો ફાળો છે.

  • Share this:
    મુંબઈઃ કેટરિના કૈફ (Katrina Kaif) અને સલમાન ખાન (Salman Khan) વર્ષોથી સારા મિત્રો છે. કેટરીનાને બોલિવૂડમાં ફેમસ કરવામાં ભાઈજાનનો પણ મોટો ફાળો છે. એક સમય હતો જ્યારે લોકો માનતા હતા કે કેટરીના સલમાન ખાન સાથે લગ્ન કરશે, પરંતુ ફેન્સની આ ઈચ્છા અધૂરી રહી. આ દિવસોમાં સલમાન 'બિગ બોસ 15' (Bigg Boss 15)માં વ્યસ્ત છે, જ્યારે કેટરીના તેની આગામી ફિલ્મ 'સૂર્યવંશી' (Sooryavanshi)ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સંદર્ભમાં, અભિનેત્રી 'બિગ બોસ 15' માં રોહિત શેટ્ટી સાથે ગેસ્ટ તરીકે જોડાઈ છે.

    સલમાન ખાન 'બિગ બોસ 15'ના આગામી 'વીકેન્ડ કા વાર'માં કેટરિના અને રોહિત શેટ્ટીનું સ્વાગત કરતો જોવા મળશે, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વાસ્તવમાં, વીડિયોમાં ત્રણેય સેલેબ્સ એકબીજા સાથે વાત કરતા અને મજાક કરતા જોવા મળે છે. વીડિયોમાં કેટરીના સલમાન ખાન પર આરોપ લગાવતી જોવા મળી રહી છે.

    'વીકેન્ડ કા વાર'નો આ નવો પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટરીના રોહિતને કહેતી જોવા મળે છે કે, સલમાન હંમેશા સેટ પર મોડો પહોંચે છે અને ભાઈજાન ખુશીથી આરોપ સ્વીકારે છે. તેઓ કહે છે- 'કુબૂલ હૈ'. વીડિયોમાં આગળ કેટરીના સલમાન ખાનને ગીત ગાવાનું કહી રહી છે. આના પર સલમાન 'ઓ મેરે દિલ કે ચેન' ગાવાનું શરૂ કરે છે અને કેટલાક ફની ડાન્સ મૂવ્સ પણ કરે છે, જેનાથી કેટરિના હસી પડે છે.

    આછા વાદળી રંગની સાડીમાં કેટરીના ખૂબ જ સુંદર લાગી રહી છે. આ એપિસોડમાં, સલમાન ખાન પણ શમિતા શેટ્ટી પર ગુસ્સે થતો જોવા મળશે, કારણ કે તે તેની સાથે અસભ્ય રીતે વાત કરે છે. વાતચીત દરમિયાન સલમાને શમિતા અને તેજસ્વી પ્રકાશને 'બિગ બોસના ઘરની રાણી' કહ્યા. તેઓ શમિતાને 'શીશ મહેલની રાણી' કહે છે. સલમાનના આ નિવેદનથી અભિનેત્રી ગુસ્સે થઈ ગઈ છે અને તેને જવાબ આપતાં કહે છે, 'જો હું આવા વાતાવરણમાં મોટી થઈ છું તો હું શું કરી શકું? તમને જણાવી દઈએ કે સલમાન, આ ઘરનું મોટા ભાગનું કામ હું કરું છું, આ પરેશાન કરનારૂ છે.

    આ પણ વાંચોPuneeth Rajkumar Dead: પુનિતના નિધનથી ફેન્સ આઘાતમાં, 1એ આપઘાત કર્યો, 2ના હાર્ટએટેકથી મોત

    શમિતાની વાત ધીરજથી સાંભળીને સલમાન પોતાનો પારો ગુમાવી બેસે છે. તે તેને રોકાવાનું કહે છે અને જઈને એક ખૂણામાં બેસી જાય છે. તે તેને કહે છે, 'મને તમારી સાથે વાત કરવામાં કોઈ રસ નથી, જો હું ઇચ્છું તો, હું આ આખો એપિસોડ સાયલન્ટમાં રહી શકું છું...' સ્વાભાવિક છે કે 'વીકેન્ડ કા વાર'માં આ વખતે કંઈક ખાસ થવાનું છે.
    Published by:kiran mehta
    First published: