Kasautii Zindagii Kay 2: અનુરાગ-કોમોલિકાને થઇ જેલ, પ્રેરણાએ કર્યું આવું પ્લાનિંગ

News18 Gujarati
Updated: March 14, 2019, 9:55 AM IST
Kasautii Zindagii Kay 2: અનુરાગ-કોમોલિકાને થઇ જેલ, પ્રેરણાએ કર્યું આવું પ્લાનિંગ
કસૌટી જિંદગીના કી 2

કસૌટી જિંદગીના કી 2 માં અનુરાગ -કોમોલિકાને જેલમાં મોકલવામાં આવશે. લાખો પ્રયત્નો કર્યા પછી પણ તે બંને જેલમાંથી ભાગી શકશે નહીં. આ સંપૂર્ણ યોજના પ્રેરણા દ્વારા કરવામાં આવી હતી.

  • Share this:
કસૌટી જિંદગીના કી 2 માં આ દિવસોમાં જબરદસ્ત ટ્વિસ્ટ એન્ડ ટર્નનો દોર ચાલી રહ્યો છે. આવનાર એપિસોડમાં પ્રેરણા અને કોમોલિકાની વચ્ચે ડ્રામાં જોવા મળી રહ્યો છે. પ્રેરણાએ બાસુ હાઉસને તબાહ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. જેના માટે તે એનેક પ્રયાસો કરી રહી છે. હાલમાં જ પ્રેરણાની યુક્તિઓથી અનુરાગ અને કોમોલિકાને જેલ થઇ જાય છે અને તે પણ હનીમૂનની ટ્રિપ પર જ.. તે બન્નેને જેલમાં જોઇને પ્રેરણા ધમાકેદાર એન્ટ્રી કરે છે.

મોહિની કોમોલિકાને અનુરાગ સાથે હનીમૂન પર જવા માટે કહે છે. કોમોલિકા આ વાત જઇને પ્રેરણાને કહે છે. આનાથી પ્રેરિત પ્રેરણા ચેલેન્જ કરે છે તે થવા દેશે નહીં. આ દરમિયાન એ પણ નક્કી કરે છે કે તે પ્રેરણા માટે પ્રેમ વ્યક્ત કરશે નહીં. પ્રેરણા બચાવવા માટે અનુરાગ તેની માતાના કહેવા પર કોમોલિકા સાથે હનીમૂન માટે નીકળે છે. કોમોલિકાને લાગે છે કે તે જીતી ગઇ છે પરંતુ આવુ બિલકુલ નહીં થાય. રસ્તામાં બન્નેની ગાડી ખરાબ થઇ જાય છે.

આ પણ વાંચો:  કસૌટી.. 2 માં હવે આ એક્ટ્રેસ કરશે કોમોલિકાનો રોલ, માર્ચ પછી હીના કહેશે અલવિદા

ત્યારબાદ બન્ને નજીકની હોટલમાં જાય છે. તે એક હોટલના રુમમાં કોમોલિકા અનુરાગની નજીક આવવાનો પ્રયત્ન કરે છે ત્યારે પોલીસ ત્યા રેડ પાડે છે. કોમોલિકા અને અનુરાગ પોલીસને સમજાવવાનો પ્રયાસ કરે છે કે બન્નેના લગ્ન થઇ ગયા છેય. પરંતુ પોલીસ સ્વીકારતી નથી અને બન્નેને જેલમાં મોકલે છે.

આ પણ વાંચો:  કસૌટી.. 2 માં હીના ખાનની Exit પછી બદલાયેલા ચહેરા સાથે કેવી રીતે થશે નવી કોમોલિકાની Entry?

ત્યારબાદ પ્રેરણાની ધમાકેદાર એન્ટ્રી થાય છે. પોલીસ સ્ટેશનમાં કોમોલિકા અને અનુરાગને મળવા પ્રેરણા પહોંચે છે. ત્યાં પ્રેરણાને ત્યા જોઈને કોમોલિકા અને અનુરાગ આશ્ચર્ય પામે છે. પ્રેરણા કોમોલિકાને કહે છે કે મેં મારી ચેલેન્જ પૂરી કરી. આ રીતે બંનેનું હનીમૂન રદ થઈ જાય છે અને પ્રેરણા જીતી જાય છે.તે જ સમયે શો માં બતાવવામાં આવે છે કે પ્રેરણા હાલ જોખમમાં છે. આ કહાની શું તે આગામી એપિસોડને જ કહેશે.
First published: March 14, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading