કાર્તિક આર્યન અને સારા અલી ખાનની રીયલ લવસ્ટોરી પર કપિલ શર્માએ કર્યો સવાલ

News18 Gujarati
Updated: February 6, 2020, 3:30 PM IST
કાર્તિક આર્યન અને સારા અલી ખાનની રીયલ લવસ્ટોરી પર કપિલ શર્માએ કર્યો સવાલ
સારા અને કાર્તિક

સારા અલી ખાન અને કાર્તિક આર્યન એકબીજાને એક સમયે પ્રેમ કરતા હતા.

  • Share this:
કાર્તિક આર્યન (Kartik Aryan) અને સારા અલી ખાન (Sara ali khan) હાલ પોતાની આવનારી ફિલ્મ લવ આજકલ (Love Aaj kal)ના પ્રમોશનમાં પડ્યા છે. ફિલ્મ રીલિઝ પહેલા હાલ તે અલગ અલગ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે. અને જે લોકોને સારા અને કાર્તિકને એક સાથે જોવા ગમે છે તે લોકો તેમને સારતિક (Sartik) કહીને બોલાવે છે. આ ફિલ્મની શૂટિંગ દરમિયાન જ સારા અલી ખાન અને કાર્તિક આર્યન એકબીજાની નજીક આવ્યા હતા. અને હાલ જ્યારે તે તેમની આવનારી ફિલ્મ લવ આજકાલનું પ્રમોશન કરી રહ્યા છે તો તેમને આ અંગે સવાલ પણ ખૂબ પુછવામાં આવે છે. ત્યારે હાલમાં આ બંને સ્ટાર કપિલ શર્માના શોમાં પોતાની ફિલ્મના પ્રમોશન માટે ગયા હતા.

કાર્તિક અને સારા અલી ખાન જ્યારે ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show) નજરે આવ્યા તો કપિલ શર્માએ સારા અને કાર્તિકને તેમની લવ સ્ટોરીને લઇને કંઇક તેવો સવાલ પુછ્યો કે કાર્તિક પણ અસમંજસમાં પડી ગયા.


કપિલે કાર્તિકને પુછ્યું કે તમે બધાએ જોયું હશે કે કાર્તિકની આ જે ફિલ્મ છે તેમાં તે રોમાન્ટિક સીન કરી રહ્યા છે અને તેમની કેમેસ્ટ્રી પણ સારી લાગી રહી છે તો શું કાર્તિક તમે ડાયરેક્ટરની વાત માની રહ્યા હતા કે પછી આ બધુ નેચરલી નીકળી રહ્યું હતું. જો કે આ સવાલના જવાબમાં કાર્તિક હસીને કહ્યું કે હું તો નેચરલ એક્ટર છું. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થતા કાર્તિક અને સારાનું બ્રેકઅપ પણ થઇ ગયું છે. અને તે બંને અલગ અલગ ફિલ્મોમાં હાલ વ્યસ્ત છે.
First published: February 6, 2020
વધુ વાંચો
अगली ख़बर