Home /News /entertainment /

Bigg Boss 13 : WWE સ્ટાર જૉન સીનાએ શેર કરી આસિમની તસવીર, ફેન્સ પણ ચોંકી ગયા!

Bigg Boss 13 : WWE સ્ટાર જૉન સીનાએ શેર કરી આસિમની તસવીર, ફેન્સ પણ ચોંકી ગયા!

જૉન સીન

વળી લોકોમાં તે વાતની પણ ઉત્સુકતા છે કે શું જૉન સીના બિગ બોસની સીઝન જુએ છે?

    બિગ બોસ (Bigg Boss 13)ની આ સીઝન અત્યાર સુધીની સૌથી હિટ સીઝન સાબિત થઇ છે. અને આજ કારણે ખુબ બિગ બૉસે દર્શકો માટે કરીને આ શોને થોડા દિવસ માટે એક્સટેન્ડ કર્યો છે. પણ હવે આ શોથી જોડાયેલી ચોંકવનારી ખબર સામે આવી છે. WWE રેસલિંગના સુપર સ્ટાર જૉન સીન (John Cena)ના આ શોમાં પોપ્યુલર કંટેસ્ટેંટ આસિમ રિયાઝ (Asim Riaz)ની તસવીર શેયર કરી છે. આ વાત જાણીને આસિમના ફેન્સ ખુશીની ફૂલ્યા નથી સમાતા. વળી લોકોમાં તે વાતની પણ ઉત્સુકતા છે કે શું જૉન સીના બિગ બોસની સીઝન જુએ છે?

    જૉન સીનના આ ફોટો શેયર કર્યા પછી આસિમના ફેન્સ ખૂબ જ ખુશ છે. વળી જૉન સીન તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખાલી આસિમનો ફોટો જ મૂક્યો છે. અને તેની સાથે કોઇ કેપ્શન નથી મૂક્યું.


    જૉને પોતાના બાયોમાં લખ્યું છે કે મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તમારું સ્વાગત છે. આ તસવીરો કોઇ પણ પ્રકારની જાણકારી વગર પોસ્ટ કરવામાં આવે છે. તેનો મતલબ છે કે તમે પોતે તેના મતલબ નક્કી કરો. એન્જોય. આસિમ સિવાયની પણ તસવીરોમાં જૉન કદી કેપ્શન નથી આપ્યા.

    બિગ બોસના આ શોમાં સિદ્ધાર્થ શુક્લા અને આસિમ રિયાઝ બે મજબૂત કંટેસ્ટેંટ માનવામાં આવે છે. તેમના ફેન્સ પણ અવાર નવાર સોશિયલ મીડિયામાં આમને સામને નજરે પડે છે. સિદ્ધાર્થ અને આસિમ બંને જ બિગ બોસની એલિટ ક્લબના સદસ્ય બની ચૂક્યા છે. આમ તે બંને તેની ફિનાલેમાં પોતાની જગ્યા બનાવશે. ઉલ્લેખનીય છે કે 16 વાર WWE વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલા જૉન સીન આ પહેલા પણ બોલિવૂડ સેલેબ્રિટીની તસવીરો શેયર કરી ચૂક્યા છે. આ પહેલા તે દિલેર મહેંદી, કપિલ શર્મા અને શિલ્પા શેટ્ટીની તસવીરો શેયર કરી ચૂક્યા છે.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Bigg Boss 13

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन