અનુપ જલોટાને છોડીને પારસ સાથે રોમાન્સ કરવા પહોંચી જસલીન મથારુ

News18 Gujarati
Updated: February 18, 2020, 2:04 PM IST
અનુપ જલોટાને છોડીને પારસ સાથે રોમાન્સ કરવા પહોંચી જસલીન મથારુ
જો કે હવે જસલીન જ્યારે પારસ છાબરા સાથે રોમાન્સ કરી રહી છે ત્યારે સ્પોટબોયની એક ખબર મુજબ ભજન સમ્રાટ અનુપ જલોટાએ આ મામલે દુખ વ્યક્ત કર્યું છે. અને આ અંગે તેમણે અહીં ઇન્ટરવ્યૂ આપી પોતાનું આ દુખને શબ્દોમાં કંઇ આ રીતે વર્ણાવ્યું છે.

  • Share this:
બિગ બોસ 13માં છેલ્લે પૈસા ભરેલી બેગ લઇને ઘરમાંથી નીકળેલા પારસ છાબડા હવે એક બીજી સીરિયલમાં પોતાના લક અજમાવી રહ્યા છે. કલર્સ પર બિગ બોસના બે કંટેસ્ટેંટ શહનાઝ ગિલ (Shehnaz Gill) અને પારસ છાબડા (Paras Chhabra) હાલ ટીવી પર પોતાના માટે પાર્ટનર શોધી રહ્યા છે. તેમની આ સીરિયલનું નામ છે મુઝસે શાદી કરોગે (Mujhse Shaadi karoge) . આ શોમાં અનેક સેલેબ્રિટી આ બે સ્ટાર્સને ઇમ્પ્રેસ કરવા માટે આવી રહ્યા છે. જેમાં અનુપ જલોટાની શિષ્યા જસલીન મથારુ (Jasleen Mathru) પણ છે. જે પોતાના બોલ્ડ અંદાજમાં પારસ સાથે રોમાન્સ કરતી નજરે પડી હતી.

હાલમાં જ મુઝસે શાદી કરોગેના એક એપિસોડની ક્લિપ સામે આવી છે. જેમાં જસલીન પારસ સાથે હોટ ડાન્સ અને રોમાન્સ કરતી નજરે પડે છે. જેમાં પારસ પણ જસલીનને કિસ કરતો નજરે પડે છે. જેને જોઇને ત્યાં હાજર લોકો પણ અચંભિત થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા જસલીન અનુપ જલોટા સાથે પણ કોઝી મૂમેન્ટ શેર કરતી નજરે પડી ચૂકી છે.

જસલીન મથારુએ પણ પારસની જેમ જ બિગ બોસ 12માં સિંગર અનુપ જલોટા સાથે પહોંચી હતી. અને તેમની નજદીકીઓ અહીં સમાચારોમાં તેમનું નામ ચગાવ્યું હતું. શો પર જસલીને અનુપ જલોટાને કિસ સમેત રોમાન્ટિક ડેટ પણ કરી હતી. જેના કારણે લોકોએ તેને અનુપ જલોટાની ગર્લફ્રેન્ડ માની લીધી હતી. જો કે શોથી બહાર આવીને તેમણે એ વાત સાફ કરી હતી કે આ બંને વચ્ચે ગુરુ અને સ્ટૂડન્ટ જેવા જ સંબંધ છે.

આ સિવાય જસલીને અનુપ જલોટા સાથે એક ફિલ્મ પણ કરી છે જેનું નામ છે વો મેરી સ્ટૂડન્ટ હૈ. આ ફિલ્મ હજી રિલીઝ નથી થઇ પણ તેની શૂટિંગની તસવીરો જસલીને સોશિયલ એકાઉન્ટ પર મૂકતી રહેતી હોય છે. વળી જસલીન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ત્યારે જોવાનું તે રહેશે કે પારસ સાથે જસલીન કંઇક ખાસ કરી શકે છે.
First published: February 18, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading