જસલીન મથારુ અને તેના પરિવારને મળી જાનથી મારી નાખવાની ધમકી, આ છે કારણ

જસલીન મથારુ અને તેના પરિવારને મળી જાનથી મારી નાખવાની ધમકી, આ છે કારણ
જસલીન મથારુ

જસલીન આ ઘટનાથી ખૂબ જ ડરી ગઇ છે અને તેણે પોતાને ઘરમાં બંધ કરી દીધી છે.

 • Share this:
  બિગ બોસ 12માં અનૂપમ જલોટા (Anup Jalota) સાથે ચર્ચામાં આવેલી જસલીન મથારુ (Jasleen Matharu) અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. હાલમાં જ જસલીન રિયાલિટી શો 'મુઝસે શાદી કરોગે' (Mujhse Shaadi Karoge) માં પારસ છાબડાથી લગ્ન કરવા માટે પહોંચી હતી. જો કે હાલમાં કોરોના વાયરસના કારણે આ શો બંધ કરવામાં આવ્યો છે. અને તમામ કંટેસ્ટંટને જસલીન સમેત બહાર મોકલવામાં આવ્યા છે. ત્યારે જ્યારથી જસલીન શોથી બહાર થઇ છે તેમનો પરિવાર ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે.

  જસલીન મથારુ (Jasleen Matharu) ના પિતા કેસર મથારુને હાલમાં જ ધમકી ભરેલા ફોન મળી રહ્યા છે. જે પછી તે ખૂબ જ ટેન્શનમાં છે. હિંદુસ્તાન ટાઇમ્સમાં છપાયેલી ખબર મુજબ તેમના પિતાને ફોન કરીને રૂપિયાની માંગણી કરી છે. અને જો આ નિશ્ચિત રકમ ના મળી તો તેમને અને તેમના પરિવારને જાનથી મારી નાખવામાં આવશે.  વધુમાં જસલીનના પિતાએ કહ્યું કે આવા સતત ફોન આવતા તેમણે ઓશિવારા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જસલીનના પિતાએ એક વ્યક્તિ દ્વારા સતત ફોન કરી પૈસાની માંગણી કરવાની અને તેમ ન થયું તો પરિવારને જાનથી મારી નાંખવાની વાત કરી છે. બીજી તરફ પોલીસે પણ આ વાતની પુષ્ટિ કરી તપાસ શરૂ કરવાની વાત ઉચ્ચારી છે.

  વધુમાં ફોન કોલ્સથી ડરીને જસલીન મથારુએ પોતાને ઘરમાં કેદ કરી લીધી છે. તમને જણાવી દઇએ કે મુઝસે શાદી કરોગેમાં 12 માર્ચે જસલિનને એલિમિનેટ કરવામાં આવી હતી. અને તે પછીથી તે ઘરમાં જ છે.
  Published by:News18 Gujarati
  First published:March 19, 2020, 12:24 pm

  ટૉપ ન્યૂઝ