બિગ બોસની કંટેસ્ટેંટ હિના ખાન સોશિયલ મીડિયા ટ્રોલર્સ માટે ફેવરિટ છે. ત્યારે જ તો તે ગમે તે શેર કરે અને સોશિયલ મીડિયામાં તે ચર્ચાનો વિષય બનીજાય. હાલમાં જ તને એક વીડિયો પોસ્ટ કર્યો જેને લઈને હિનાના હેટર્સ એક્ટિવ થઈ ગયા અને કમેન્ટબાજી કરવાની શરૂ કરી દીધી. હિનાએ પોતાના એક ફોટોશૂટ માટે કાર્ટૂન કેરેક્ટર જેસ્મીન જેવો લૂક લીધો હતો. જેને આ લૂકની કેટલીક તસવીરો ઈન્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીરો પર તેમને રમઝાન મહિનામાં આવા કપડા પહેરવા પર ટ્રોલ કરવામાં આવી હતી.
હિનાની તસવીર પર એક યૂઝરે લખ્યું, રમઝાન મહીનામાં થોડું સમ્માન સારુ લાગે. જ્યારે બીજા યૂઝરે લખ્યું કે હિના પોતાની જાતને બર્બાદ કરી રહી છે. તો વળી બીજા યૂઝરે તો એવું કહ્યું કે, હિના ભૂલી ગઈ છે કે તે એક મુસ્લિમ છે. જો તેને યાદ હોત તો તે આવું ક્યારેય ન કરે.
ઠીક છે કેટલાક લોકો હિનાને ટ્રોલ કરે છે. તો વળી કેટલાક ફેન્સ તેના વખાણ પણ કરે છે. જણાવી દઈએ કે બિગ બોસ સીઝન 11 બાદ સોશિયલ મીડિયા 'હિના હેટર્સ'ની સારી એવી ફૌઝ તૈયાર થઈ ગઈ છે. આ સોશિયલ વોર હિના અને શિલ્પાના ફેન્સ વચ્ચે શરૂ થઈ હતી. જે બાદ હિના ટ્રોલર્સની ફેવરિટ બની ગઈ.