નાગિન-3 પ્રિમીયર સાથે બેલા અને માહિરે દર્શકોના દિલોમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી. પરંતુ મધ્યમાં આ શો બંધ થવાના સમાચાર સામે આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે આ શો ફેર્બુઆરીમાં સંપૂર્ણ બંધ થઇ જશે. આ એપિસોડનું શૂટિંગ પણ ખત્મ થઇ ગયાના સમાચાર મળ્યા હતા. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી.
કારણ કે આ શો ટૂંક સમયમાં જ સમાપ્ત થશે નહીં. એબીપી ન્યૂઝના અહેવાલ મુજબ, આ શો આઇપીએલ -12 પ્રારંભ થાય ત્યાં સુધી ચાલશે. એટલે કે આ શો મે સુધી ચાલશે. શો 2 જૂન, 2018થી શરૂ થયો હતો. આ મે સુધી ઓન એર સાથે આ નાગિનની સૌથી લાંબી સીઝન બની ગઈ છે.
નાગિનની પહેલી સિઝન આઠ મહિના ચાલી હતી. તે શો 1 નવેમ્બર, 2015થી શરૂ થયો હતો અને 5 જૂન, 2016ના રોજ પૂર્ણ થયો હતો, પરંતુ બીજી સિઝન નવ મહિના ચાલી હતી. તે 8 ઓક્ટોબર, 2016થી શરૂ થઇ અને 25 જૂન, 2017ના રોજ સમાપ્ત થઇ હતી.
એકતા કપૂર ઇચ્છતી હતી કે તેમનો શો 8-વાગ્યાનો સ્લોટ લેવા માંગે અને કોઈ પણ શો આ જગ્યા લઇ શક્યું નથી. છેલ્લા એક વર્ષથી 8 વાગ્યાનો સ્લૉટ બૂક કર્યો છે અને તે હવે છોડવાના મૂડમાં બિલકુલ નથી. તે સિરીયલની કહાની વધારે લાંબી બનાવશે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર