ગણેશ આચાર્યએ ઘટાડ્યું 100 કિલો વજન, કપિલ શર્માએ આના પર કરી મજાક!

કપિલ શર્મા શો

બોલિવૂડના અનેક જાણીતા સ્ટાર્સને પોતાના ઇશારા પર નચાવી ચૂકેલા ગણેશ આચાર્ય આ વીકેન્ડ પર ધ કપિલ શર્માના શોમાં નજરે પડ્યા હતા.

 • Share this:
  બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્યને હંમેશા તેમના મસ મોટા વજન માટે લોકો યાદ કરે છે. પમ હાલમાં જ તેમનું જોરદાર ટ્રાંસફર્મેશન જોવા મળ્યું હતું. જેને જોઇને લોકો પણ ચોંકી ગયા હતા. બોલિવૂડના અનેક સુપરસ્ટાર્સને પોતાના ઇશારા પર નચાવનાર જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય ધ કપિલ શર્મા શોમાં હવે દેખાશે. આ શોનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં કપિલ ગણેશ આચાર્યના વજનને લઇને ટિપ્પણી કરી રહ્યા છે.

  સોની પર જલ્દી જ આ શો રજૂ થશે. આ વખતે આ શોમાં કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય, ટેરેંસ લુઇસ અને ગીતા કપૂર મહેમાન બનીને આવવાના છે. સોશિયલ મીડિયા પર આ એપિસોડનો એક પ્રોમો વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં તમામ મસ્તી મજાક કરતા નજરે પડે છે. કપિલના આ શોની શરૂઆતમાં તે ગણેશ આચાર્યને પુછે છે કે માસ્ટરજી તમે કેટલું વજન ઓછું કર્યું. તો ગણેશ જવાબ આપે છે કે 98 કિલો અને આ પર કપિલ શર્મા મજાક કરતા કહે છે કે તમે તો બે માણસોને ગાયબ કરી લીધા. અને તમામ જોર જોરથી હસી પડે છે.


  આ પછી કપિલ ગીતા કપૂર સાથે ફ્લર્ટ કરતા નજરે પડે છે. અને કહે છે કે તું મારી આંખોમાં જો તમને ખબર પડશે કે તું કેટલી સુંદર છે?શોમાં કુષ્ણા અભિષેક એક વાર ફરી જૈકી શ્રોફ બનીને લોકોનું મનોરંજન કરે છે. ગીતા કપૂરને તે માંની દાળ આપે છે.

  જ્યારે ગણેશ આચાર્યને તે ખાલી ડબ્બો આપે છે. અને જ્યારે તે પુછે છે કે આ ડબ્બો ખાલી કેમ છે? તો કુષ્ણા કહે છે કે તેમાં આચાર્ય (આચાર) ભરીને પાછો આપજે. આ સિવાય શોમાં ચંદન પ્રભાકર, ભારતી સિંહ અને શુમોના ચક્રવર્તી પણ લોકોને પોતાની કોમેડીથી હસાવે છે.
  Published by:Chaitali Shukla
  First published: