એરિકા ફર્નાન્ડિસના કારણે 'Kuch Rang Pyaar Ke Aise Bhi' બંધ થશે? અહીં જાણો વિગત

'કુછ રંગ પ્યાર કે ઐસે ભી: નઈ કહાની' બંધ થશે?

'કુછ રંગ પ્યાર કે ઐસે ભી: નઈ કહાની' (Kuch Rang Pyaar Ke Aise Bhi: Nayi Kahaani) શોમાં દર્શકોએ શાહીર શેખ (Shaheer Sheikh) અને એરિકા ફર્નાન્ડિસ (Erica Fernandes)ની કેમેસ્ટ્રીને પસંદ કરી છે

 • Share this:
  મુંબઈ: 'કુછ રંગ પ્યાર કે ઐસે ભી: નઈ કહાની' (Kuch Rang Pyaar Ke Aise Bhi: Nayi Kahaani) શોમાં દર્શકોએ શાહીર શેખ (Shaheer Sheikh) અને એરિકા ફર્નાન્ડિસ (Erica Fernandes)ની કેમેસ્ટ્રીને પસંદ કરી છે. આ તેની રીતે એક પ્રકારનો અનોખો શો છે. દર્શકોએ આ શોને ખૂબ સપોર્ટ કર્યો. આ એવા કેટલાક શોમાંથી એક છે જે દર્શકોની માંગ પર ફરીથી લોન્ચ કરવામાં આવ્યો હતો.

  શોની ત્રીજી સીઝન સારું પ્રદર્શન કરી રહી છે અને શોની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ છે. હવે સમાચાર આવી રહ્યા છે કે, આ શોનું પ્રસારણ ટૂંક સમયમાં બંધ થઈ જશે. બોલીવુડ હંગામાના એક અહેવાલ મુજબ શો ટૂંક સમયમાં ઓફ-એર થવા જઈ રહ્યો છે અને આ મહિનાના અંત સુધીમાં તેનું શૂટિંગ પૂર્ણ થશે. મુખ્ય અભિનેત્રી એરિકા ફર્નાન્ડિસના જવાને કારણે તે બંધ થઈ રહ્યો છે. જો કે, એરિકાએ આ સમાચારની ન તો પુષ્ટિ કરી છે કે ના તેને નકારી છે.

  શોની નજીકના એક સૂત્રનું કહેવું છે કે, જ્યારે એરિકા તેના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે, ત્યારે શહીર મ્યુઝિક વીડિયો અને શોના શૂટિંગ વચ્ચે અટવાયેલો છે. શાહિર અને એરિકા સિવાય અભિનેત્રી સુપ્રિયા પીલગાંવકર તેનો મહત્વનો ભાગ છે. તેની અગાઉની બે સીઝનની જેમ, આ શો ત્રીજી સીઝનમાં પણ દર્શકો સાથે મજબૂત ભાવનાત્મક બંધન બનાવવામાં સફળ રહ્યો છે. જો આ શો બંધ થશે તો તેના ફેન્સ ખૂબ જ નિરાશ થશે.

  આ પણ વાંચોTMKOC: 'બબીતા ​​જી' અને 'ટપ્પુ'ના આ Photos જોઈ ચોંકી જશો, ફેન્સે કહ્યું- 'બેટા, જેઠા તુજે માફ નહીં કરેગા'

  તમને જણાવી દઈએ કે શાહીર શેખ 'પવિત્ર રિશ્તા 2'માં માનવની ભૂમિકા ભજવતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં, અભિનેતાએ તેની પ્રથમ લગ્નની વર્ષગાંઠ પર ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
  Published by:kiran mehta
  First published: