OMG...માહિરા શર્માનું જૂઠ પકડાયું, માફી નહીં માગે તો થશે કાનૂની કાર્યવાહી

News18 Gujarati
Updated: February 24, 2020, 1:08 PM IST
OMG...માહિરા શર્માનું જૂઠ પકડાયું, માફી નહીં માગે તો થશે કાનૂની કાર્યવાહી
માહિરા શર્મા

મુંબઇમાં હાલમાં જ દાદા સાહેબ ફાલકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2020 થયો હતો.

  • Share this:
બિગ બૉસ (Bigg Boss 13) ની કંટેસ્ટેંટ માહિરા શર્મા (Mahira Sharma) એક મોટા વિવાદમાં ફસાઇ છે. પહેલા ફિનાલેમાં પોતે પહેરેલા ડ્રેસના કારણે ટ્રોલ થયેલી માહિરાએ દાદા સાહેબ ફાલ્કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (DPIFF) ના કારણે ચર્ચામાં છે. તેમની પર દાદા સાહેબ ફાલ્કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડનું નકલી સર્ટિફિકેટ બનાવાનો આરોપ છે. આ આરોપ કોઇ વ્યક્તિએ નહીં પણ દાદા સાહેબ ફાલ્કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની અધિકૃત ટીમે લગાવ્યો છે. તેમણે પોતાના અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માહિરા શર્માના વિરુદ્ધ નકલી સર્ટિફિકેટ બનાવાનો આરોપ લગાવ્યો છે.

મુંબઇમાં હાલમાં જ દાદા સાહેબ ફાલકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2020 થયો હતો. આ એવોર્ડ ફંકશનમાં બોલીવૂડના અનેક જાણીતા સ્ટાર્સ અને સેલેબ્રિટી હાજર રહ્યા હતા. ખબર હતી કે બિગ બોસ 13ની સ્પર્ધક માહિરા શર્માને દાદા સાહેબ ફાલકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ફેશનેબલ કંટેસ્ટેંટ 2020નો એવોર્ડ મળ્યો છે. તેમ કહેવામાં આવ્યું હતું કે તેમને મોસ્ટ ફેશનેબલ કંટેસ્ટેંટ ઓફ બિગ બોસ 13નો એવોર્ડ મળ્યો છે. હવે માહિરાના આ દાવા પર DPIFFની ઓફિશ્યલ ટીમે કહ્યું કે કોઇએ પણ માહિરાને આવું સર્ટિફિકેટ નથી આપ્યું. માહિરાએ આ નકલી સર્ટિફિકેટ બનાવ્યું છે.


માહિરાની આ ખોટી વાતના મામલે ટીમે માહિરાની વિરુદ્ધ એક એન્ટીમેશન લેટર જાહેર કરવામાં આવી છે. તેમને આવી ખોટી પીઆર એક્ટિવિટી કરવા પર સાર્વજનિક રીતે માફી માંગવાનું કહ્યું છે. ટીમે તે પણ ચેતવણી આપી છે કે જો તે આવું નથી કરતી તો તેની પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

જો કે આ પર માહિરા શર્માની તરફથી કોઇ અધિકૃત નિવેદન નથી આવ્યું. તમને જણાવી દઇએ કે બિગ બોલ 13માં પણ ફિનાલેમાં જે ડ્રેસ પહેર્યો હતો તે આલિયા ભટ્ટનો આઇફામાં પહેરેલો ડ્રેસ હોવાની ખબર ઉડી હતી. આ ફેસ્ટિવલમાં માહિરા શર્મા સિવાય રશ્મિ દેસાઇ, શેફાલી બગ્ગા, હિંદુસ્તાની ભાઉ પણ હાજર રહ્યો હતો.
First published: February 24, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading