33 વર્ષ પછી પણ રામાયણને મળી રહ્યો છે તે જ પ્રેમ, TRP રિપોર્ટે જણાવી હકીકત

રામાયણ

TRP રિપોર્ટ મુજબ હાલ રામાયણની ટક્કરમાં બીજા કોઇ શો નથી.

 • Share this:
  કોરોના વાયરસ (Coronavirus)ના કારણે હાલ દેશભરમાં લોકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે. તેવામાં દર્શકોના મનોરંજન માટે દૂરદર્શન એક અનોખી શરૂઆત કરી છે. તેણે તેનો પોપ્યુલર શો રામાયણ ફરીથી શરૂ કર્યો છે. અને હવે 33 વર્ષ પછી પણ આ સીરિયલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને આ વાતની જાણકારી સીરિયલના ટીઆરપી રિપોર્ટથી બહાર આવી છે. આ શોએ અન્ય ચેનલ્સને પણ પછાડી દીધા છે. અને રામાયણે ટીઆરપી મામલે તમામ રેકોર્ડ તોડ્યા છે.

  હાલ રામાયણની (Ramayan) ટક્કરમાં બીજા કોઇ શો નથી. ગત પાંચ વર્ષોમાં એટલે કે 2015થી લઇને અત્યાર સુધીની એન્ટરટેનમેન્ટ કેટેગરીના મામલે આ બેસ્ટ સીરિયલ બની ગયો છે. આ વાતની જાણકારી પ્રસાર ભારતીના સીઇઓ શશિ શેખરે ટ્વિટના માધ્યમથી આપી હતી.  તમને જણાવી દઇએ કે તે સમયના જાણીતા નિર્દેશક રામાનંદ સાગરે આ સીરિયલ રમાયણ બનાવી ટીવી પર એક અનોખો ઇતિહાસ રચ્યો હતો. આ સીરિયલને દેખનાર લોકો ઘરમાં આ સમયે બહાર નીકળવાનું ટાળતા હતા. 1988 પ્રસારિત થયેલ આ સીરિયલમાં નજર આવતા પાત્રો લોકોને એ રીતે મનમાં સ્પર્શી ગયા હતા કે લોકો તેમને જ ભગવાનનું સ્વરૂપ માનવા લાગ્યા હતા. જ્યારે તે સમયે રામાયણ ચાલતી હતી ત્યારે રસ્તા પર અવર જવર ઓછી થઇ જતી હતી. લોકો બસ ટીવી સામે સહપરિવાર ગોઠવાઇ જતા. અને શ્રીરામના જીવનને ભાવ પૂર્વક દેખતા.

  રામાયણનું પ્રસારણ 28 માર્ચથી શરૂ થયું છે. તે દર રોજ દિવસમાં બે વાર બતાવવામાં આવે છે. આ બંને સમયે અલગ અલગ એપિસોડ પ્રસારિત થાય છે. અને દર્શકોને એક જ દિવસમાં બે એપિસોડ જોવાની તક મળે છે. દૂરદર્શન પર રામાયણ રોજ સવારે 9 વાગે અને રાત્રે 9 વાગે પ્રસારિત થાય છે.
  Published by:Chaitali Shukla
  First published: