ટેલિવિઝનના ઈતિહાસમાં પહેલી વખત થવા જઈ રહ્યું છે આ કામ

શો 'કહા હમ કહા તુમ'માં એક નવી અવધારણા સાથે એક નવી પ્રેમ કહાની જોવા મળશે

News18 Gujarati
Updated: June 15, 2019, 6:51 PM IST
ટેલિવિઝનના ઈતિહાસમાં પહેલી વખત થવા જઈ રહ્યું છે આ કામ
શો 'કહા હમ કહા તુમ'માં એક નવી અવધારણા સાથે એક નવી પ્રેમ કહાની જોવા મળશે
News18 Gujarati
Updated: June 15, 2019, 6:51 PM IST
સ્ટાર પ્લસના નવો શો 'કહા હમ કહા તુમ'ને ત્રણ લીડ કપલ દીપિકા કક્કડ અને કરણ વી ગ્રોવર સહિત સર્જન્સ અને અન્ય ટેલિવિઝન અભિનેતાઓની હાજરીમાં એક અનોખા કોન્સેપ્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જેના દેશભરમાં ખુબ વખાણ થઈ રહ્યા છે. આ અવસર પર શોની લીડ જોડી દીપિકા અને કરણ જાણીતા ટેલિવિઝન અભિનેતાઓ સાથે-સાથે ડોક્ટર્સ અને સર્જન્સ સાથે વાતચીત કરતા જોવા મળી રહ્યા છે.

અહીં તમામે બે અલગ-અલગ ઈન્ડસ્ટ્રીઝની મુશ્કીલો પર ચર્ચા કરી અને આ સાથે સ્ટાર પ્લસ દ્વારા કરવામાં આવેલો આ અનોખુ પ્રમોશન ખુબ સફળ રહ્યું. આ ઈવેન્ટમાં હાજર રહેનારી અભિનેત્રીઓમાં અદા ખાન, રશ્મિ દેસાઈ, તનાજ કર્રિમ અને અલીશા પવાર જેવા નામ સામેલ છે. સાથે શહેરના ટોપ સર્જન ડોક્ટર અમનદીપ ગુજરાલ (સ્પાઈન સર્જન), વિરાલ દેસાઈ (પ્લાસ્ટિક સર્જન) ઉપસ્થિત રહ્યા.

શો 'કહા હમ કહા તુમ'માં એક નવી અવધારણા સાથે એક નવી પ્રેમ કહાની જોવા મળશે, જે સમકાલિન સમયમાં પ્રેમ અને સંબંધો પર નવા પ્રકારે આધારિત છે.

દીપિકા અને કરણની એક નવી જોડી સાથે જો ક્રમશ: એક અભિનેત્રી અને સર્જનનો કિરદાર નિભાવી રહી છે, શોમાં બે અલગ-અલગ દુનિયાથી સંબંધ રાખતા બે પાત્રોની કહાની છે. જે પોતાના બીજી શિડ્યૂલની સાથે બે અલગ-અલગ વ્યવસાય સાથે સંબંધ ધરાવે છે. શોના પહેલા ટ્રેલરમાં માત્ર અલી ખાન દ્વારા ઓન-સ્ક્રિન કપલનો પરિચય આપવામાં આવ્યો, જેમાં દર્શકોના દિમાગમાં પ્રશ્ન ઉભા કરી દીધા કે, તેમના દિલ એક છે, પરંતુ શું તે એક બીજાને સમજવામાં સફળ થશે, જેમાં બે ડિમાડિંગ કરિયર હોવાની સાથે સાથે કમ્પ્રોમાઈઝની આવશ્યકતા છે. ટેલિવિઝનના ઈતિહાસમાં પહેલી વખત બે વિભિન્ન પ્રકારના દિગ્ગજ એક જ છત નીચે જોવા મળશે. સાચે જ આ શો, ખાસ કોન્સેપ્ટ ઈવેન્ટ જેટલો જ મજેદાર રહેવાનો છે.
First published: June 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...