Audio કાંડ પાછળ કોનો હાથ છે? તે જાણવા દેવોલીનાએ સાઇબર ક્રાઇમમાં કરી ફરિયાદ

News18 Gujarati
Updated: April 2, 2020, 5:25 PM IST
Audio કાંડ પાછળ કોનો હાથ છે? તે જાણવા દેવોલીનાએ સાઇબર ક્રાઇમમાં કરી ફરિયાદ
દેવોલિના અને શહેનાઝ

દેવોલીનાએ ઓડિયો કૌભાંડની સત્ય જાણવા માંગે છે, શહેનાઝના ચાહકો સામે ફરિયાદ નોંધાઈ

  • Share this:
અભિનેત્રી દેવોલીના ભટ્ટાચારજી (Devoleena Bha) તાજેતરમાં સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલના ગીત 'ભૂલા દુંગા' વિશે એક નિવેદન આપ્યું હતું. તેને આ ગીતમાં સિદ્ધાર્થ અને શહેનાઝની કેમિસ્ટ્રી પસંદ નહોતી, ત્યારબાદ શહનાઝના ચાહકોએ તેને ટ્રોલ કરી હતી. જો કે આ મામલો અહીં સમાપ્ત થઈ ગયો હોત તો સારું થાત, પરંતુ આ દરમિયાન એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થયો, જેમાં ટ્રોલર્સે દેવોલીના અને તેની મમ્મી વિષે ટિપ્પણી કરી હતી. જેના કારણે દેવોલીનાનો રોષ વધ્યો અને તેણે આ બાબતે સાઇબર ક્રાઇમમાં તપાસ માટે હવે ફરિયાદ નોંધાવી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપ બાદ દેવોલીનાએ પણ શહનાઝ ગિલના ચાહકો સામે સાયબર ક્રાઇમ હેઠળ ફરિયાદ નોંધાવી છે. સ્પોટબોયેને આપેલા એક ઇન્ટરવ્યૂમાં દેવોલીના ભટ્ટાચારજીએ કહ્યું હતું કે મને ટ્વિટર હેન્ડલ દ્વારા એક ઓડિયો ક્લિપ મળી છે અને મને લાગ્યું કે આ બધાની પાછળ શહેનાઝ ગિલનો હાથ છે. પરંતુ પછી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા શહેનાઝ ગિલના મિત્રએ મારી સાથે વાત કરી અને મને જણાવ્યું કે આ બધામાં શહેનાઝ ગિલનો કોઈ હાથ નથી. તેમણે મને સમજાવ્યું અને હું માની પણ ગઇ. પણ હવે હું તે જાણવા માંગુ છું કે છેવટે આ બધા માટે કોણ જવાબદાર છે. માટે મેં ફરિયાદ નોંધાવી છે.



આ વાતચીતમાં તેણે વધુમાં કહ્યું કે મને કોઈ વાંધો નથી કે સિદનાઝ અને સિડ હેન્ડલ ચલાવનાર આ વ્યક્તિએ આ વીડિયોને હટાવી દીધો હોય, પણ મેં તેને પહેલાથી જ મારા ટ્વિટર પર શેર કર્યું છે. તમને જણાવી દઈએ કે 'ભૂલા દેગા' ગીત જોયા પછી દેવોલિનાએ કહ્યું હતું કે તેને સિદ્ધાર્થ અને શહેનાઝ વચ્ચે ઝીરો કેમિસ્ટ્રી નજરે પડે છે. તેને આ ગીતમાં સિદ્ધાર્થ ગમ્યો છે પણ તેને શહેનાઝ એટલી ખાસ ન લાગી. દેવોલીનાએ કહ્યું હતું કે સિદ્ધાર્થ શહેનાઝની સામે ખૂબ મોટો દેખાઈ રહ્યો છે. દેવોલિનાની નજરે, શહેનાજની જગ્યાએ રશ્મિ દેસાઇએ આ ગીતમાં સિદ્ધાર્થની સાથે કાસ્ટ કરી જોઇતી હતી.

દેવોલીનાના આ નિવેદન પછી, શહેનાઝ ગિલના ભાઈ શાહબાઝે પણ સોશિયલ મીડિયા દ્વારા લોકોને કહ્યું હતું કે દેવોલીનાની વાતો પર ધ્યાન ન આપે. જો તેને આ ગીત ગમ્યું નથી, તો તે તેનો નિર્ણય છે. આપણને જીવનમાં હેટર્સની પણ જરૂર હોય છે.
First published: April 2, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading