Lockdownમાં DD Nationalના આ ઇડિયાએ રચ્યો ઇતિહાસ, બની નં.1 ચેનલ

એક્ટ્રેસ પલ્લવી જોશી જેમણે ટીવી સીરિયલ બુનિયાદમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો તેમણે ડેક્કન હેરાલ્ડથી વાતચીતમાં જણાવ્યું હતું કે "રાયલ્ટીને લઇને ત્યારે પણ વાત થવી જોઇએ જ્યારે આ શો ઓરિજનલી આવ્યા હતા.

તમામ ચેનલોને પાછળ પાડીને ડીડી નેશનલ નંબર 1 ટીવી ચેનલ બની ચૂક્યું છે.

  • Share this:
    કોરોના વાયરસના કારણે હાલ ભારતભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ટીવી ચેનલ દૂરદર્શન હાલ આજ કારણે સૌથી વધુ ચર્ચામાં છવાઇ રહી છે. લોકડાઉનમાં દૂરદર્શને તેના સૌથી લોકપ્રિય શોનું ફરી પ્રસારણ શરૂ કર્યું. જે અંતર્ગત તેણે રામાયણ, મહાભારત, દેખ ભાઇ દેખ, બુનિયાદ જેવા તેના કેટલાય લોકપ્રિય શોનું ફરી પ્રસારણ શરૂ કર્યું છે. અને આમ કરવાથી તેમને સફળતા પણ મળી છે. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ એટલે કે બાર્કે 28 માર્ચથી 3 એપ્રિલ સુધી સૌથી વધુ દેખાયેલી ટીવી ચેનલ્સનો એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ ડીડી નેશનલે 28 માર્ચથી 3 એપ્રિલ સુધીમાં 1.5 મિલિયનથી વધુ ઇમ્પ્રેશન મેળવી છે. નવાઇની વાતએ છે કે આ તમામ જોનરની ચેનલ્સ કરતા વધુ છે. અને તમામ ચેનલોને પાછળ પાડીને ડીડી નેશનલ નંબર 1 ટીવી ચેનલ બની ચૂક્યું છે. અને આ એક મોટી ઉપલબ્ધિ છે અને તેણે ઇતિહાસ રચી દીધો છે.

    આ સાથે જ ટોપ 10માં બીજી કંઇ સીરિયલ્સ આવી તે જાણવું તો તમને કહી દઇએ કે બીજા સ્થાને 1.3 મિલિયન ઇમ્પ્રેશન સાથે સન ટીવી, ત્રીજા સ્થાને 1.1 મિલિયન ઇમ્પ્રેશન સાથે દંગલ ચેનલ. ચોથા સ્થાને સોની સબ, પાંચમા સ્થાને સોની મિક્સ, છઠ્ઠા સ્થાને બિગ મેજિક , સાતમાં સ્થાને જી સિનેમા, આઠમા સ્થાને સ્ટાર ગોલ્ડ, નવમાં સ્થાને નિક અને દસમા સ્થાને ઇટીવી તેલુગુ.



    જો કે ડીડી નેશનલને સૌથી વધુ ઇમ્પ્રેશન મળવા પાછળનું કારણ રામાયણ અને મહાભારત જેવા શો મનાઇ રહ્યું છે. લોકડાઉન દરમિયાન તેનો ક્રેજ સોશિયલ મીડિયા પર પણ જોવા મળ્યો. આ સીરીજની સફળતાને જોતા દૂરદર્શને હવે ચાણક્ય જેવા બીજા શો પણ રીલિઝ કર્યા છે. જે આ સમયે તેના માટે વરદાન રૂપ સાબિત થશે.
    Published by:Chaitali Shukla
    First published: