Home /News /entertainment /કપિલ શર્માને ભારે પડ્યું ફ્લર્ટીંગ, સલમાન ખાનને કરાઇ ફરિયાદ

કપિલ શર્માને ભારે પડ્યું ફ્લર્ટીંગ, સલમાન ખાનને કરાઇ ફરિયાદ

સલમાન ખાનને કરાઇ કપિલ શર્માની ફરિયાદ

ચેતનાને જોતાં કપિલે કહ્યું હતું કે, 'શત્રુ સર આજ બહુત ભર-ભર કે ગ્લેમર આયા હૈ'

  ન્યૂઝ18 ગુજરાતી: કપિલ શર્મા તેની કોમેડીની સ્ટાઇલને લીધે જાણીતો છે. તે પોતાના શો દરમિયાન ઓડિયન્સ સાથે મજાક મસ્તી ન કરે તેવું બનતું નથી. પરંતુ આ વખતે તેની મજાક તેની પર ભારે પડી હોય તેવું લાગી રહ્યું છે. શત્રુધ્ન સિંહા તેના શોમાં મહેમાન બનીને આવ્યા હતા તે એપિસોડ દરમિયાન ઓડિયન્સ શુત્રધ્ન સિંહાના જાણીતા ડાયલોગ્સ પોત-પોતાની ભાષામાં બોલી રહ્યા હતા. તે સમયે ગુરુગ્રામની રહેવાસી ચેતના કપિલ સાથે વાત કરવા ઊભી થઇ હતી. ચેતનાને જોતાં કપિલે કહ્યું હતું કે, 'શત્રુ સર આજ બહુત ભર-ભર કે ગ્લેમર આયા હૈ'.

  જે બાદ ચેતના કપિલની મુલાકાત તેના પિતા જોડે કરાવે છે. તે જણાવે છે કે તેના પિતા કપિલના બહુ મોટા ફેન છે. વાતચીત પછી ચેતના પોતાની જગ્યાએ બેસી જાય છે. ત્યારે કપિલ કહે છે, 'જો પાપા સાથ ના હોતે તો મૈં ઔર બાત કરતા'. કપિલની આ કોમેન્ટ પર દર્શકોના ચહેરા પર હસી જોવા મળી, પરંતુ ક્રૂ મેમ્બર્સને આ વાત પંસદ ન પડી.

  આ પણ વાંચો: PM મોદીને મળ્યા કપિલ શર્મા, કહ્યુ, તુસ્સી બડે મઝાકિયા હો

  કહેવાય છે કે, ક્રૂ મેમ્બર્સે આ વાતની ફરિયાદ શોના પ્રોડ્યુસર સલમાન ખાનને કરી છે. તેમનું કહેવું હતું કે, કપિલે સ્ક્રિપ્ટથી ભટકવું ન જોઇએ અને આવી કમેન્ટ ન કરવી જોઇએ જેનાથી મુશ્કેલી ઉભી થાય. જોકે, ફરિયાદ બાદ સલમાન ખાનનું શું રિએક્શન હતું તે સામે આવ્યું નથી.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Kapil Sharma, આવેદન, સલમાન ખાન

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन